મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવી યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી એક દિવસના રીમાંડ ઉપર


SHARE







મોરબીમાં લિફ્ટ લેવા વાહન રોકાવી યુવાન પાસેથી રોકડ, મોબાઇલ અને બાઈકની લૂંટ કરનારા ત્રિપુટી એક દિવસના રીમાંડ ઉપર


મોરબીના જુના ઘૂટું રોડે આવેલ સીમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં બાઇક લઈને જઈ રહેલા યુવાનને રોકીને એક શખ્સે લિફ્ટ લીધી હતી અને ત્યાર બાદ તેણે તેના બે સાગરીતોને ફોન કરીને બોલાવ્યા હતા અને આ ત્રણેય શખ્સોએ મળીને યુવાનનું બાઈક ઉભું રખાવીને તેની પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ અને બાઈકની લૂંટ કરી હતી જેથી યુવાને ૨૬,૨૦૦ ના મુદ્દામાલની લૂંટની ફરિયાદ નોધાવેલ જેના આધારે પોલીસે ગુનો નોંધીને ત્રણ લુંટારૂઓની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક દિવસ રીમાંડ ઉપર લેવા હુકમ કરેલ છે.

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી નજીક આવેલ ભુવનેશ્વરી પાર્કમાં રહેતા હિતેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા (૪૪) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હરેશ, રવિ અને અજય નામના ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, જુના ઘૂટું રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાનાથી આગળના ભાગમાં પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે હરેશ નામના વ્યક્તિએ પોતાને મોરબી આવવું છે તેવું કહીને ફરિયાદીના બાઈકમાં લિફ્ટ લીધી હતી અને ત્યારબાદ પાછળથી રવિ અને અજય નામના બે શખ્સોને ફોન કરીને બોલાવ્યા હતા અને તે બંનેએ ફરિયાદી યુવાનનું બાઈક ઉભું રખાવીને યુવાનને ગાળો આપીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ફરિયાદી યુવાનને પકડી રાખીને હરેશ નામના શખ્સે તેના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૨૦૦, અન્ય કાગળ ભરેલું પાકીટ, ૫૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ અને તેનું બાઈક નંબર જીજે ૩ એચ કે ૬૫૦૦ જેની કિંમત ૨૦,૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૨૬,૨૦૦ ની કિંમતના મુદ્દામાલની લૂંટ કરી હતી.આ ગુનામાં બી ડિવિઝન પોલીસ મથકના જે.એલ.ઝાલા તેમજ રાઇટર સંજયભાઇ નકુમે ગણતરીના કલાકોમાં અજય દેવાભાઈ સિહોરા જાતે કોળી (૧૯) રહે.થાનગઢ, રવિ ઉર્ફે રૈયો ભૂદરભાઈ પનારા (૨૩) રહે.નીચી માંડલ તા.મોરબી અને હરેશ ઉર્ફે હની જીલાભાઈ સારલા જાતે કોળી (૨૫) રહે.નળખંભા સારલા ફળી થાનગઢ જી.સુરેન્દ્રનગરની અટકાયત કરીને રિમાન્ડ મેળવવા કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને તા.૩૦-૫ ની સાંજ સુધી એક દિવસ માટે રિમાન્ડ ઉપર લેવા હુકમ કર્યો હોય પોલીસે આરોપીઓની પુછપરછ શરૂ કરેલ છે.હાલ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઇલ અને બાઈક જપ્ત કર્યા છે અને તેઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ..? તે દિશામાં આગળની તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા જમકોબેન રાજુભાઈ પટેલિયા નામની ૩૩ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા અને પાર્થ પેપર મીલ વચ્ચેના રસ્તેથી જઈ રહ્યા હતા.તે દરમિયાન રોડ ઉપર તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા સર્જાયેલ બનાવમાં તેમને ઇજાઓ પહોંચી હોય જમકોબેન પટેલીયાને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા.જ્યાં તેઓની સારવાર કરીને પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના પીલુડી (વાઘપર) ગામે રહેતા જનકબા પથ્થુભા જાડેજા નામના ૬૬ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ યદુનંદન પાર્ક શેરી નંબર-૩ પાસે ખાડામાં તેઓના બાઈકનું ટાયર આવતા વાહન સ્લીપ થઈ ગયું હતું.જે બનાવમાં જનકબા જાડેજાને ઇજાઓ થવાથી ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયા હતા.જ્યાં સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ બનાવની નોંધ કરીને વધુ તપાસ શરૂ કરી છે.






Latest News