મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ


SHARE













મોરબીની કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં આરોપીની ધરપકડ

મોરબીની સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવામાં આવ્યું હતું જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાયેલ હતી જે ગુનામાં આરોપીને પકડવાનો બાકી હતો તે આરોપીની એક વર્ષ બાદ હાલમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા, પેરોલ જમ્પ, જેલ ફરારી આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપેલ છે જેથી કરીને મોરબી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી. પંડયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ કામ કરી રહ્યો છે દરમ્યાન આજથી આશરે એકાદ વર્ષ પહેલા મોરબી ખાણ ખનીજ ખાતા દ્વારા મોરથળા ગામના રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયાનુ હીટાચી મશીન ગેરકાયદે ખનીજ ખોદકામ કરતા પકડેલ હતું અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશને ગુનો રજીસ્ટર થયેલ હતો જે હીટાચી મશીન છોડવવા માટે તેઓએ હાઇકોર્ટમાં અરજી કરેલ હતી અને હાઇકોર્ટ સોલવંશી જામીન મોરબી સેસન્સ કોર્ટમાં રજુ કરવા હુકમ કરેલ હતો જો કે, આરોપીઓએ ખોટા સોલવંશી જામીન બનાવી સેસન્સ કોર્ટ મોરબીમાં રજુ કરતા કોર્ટના ધ્યાને આવ્યું હતું અને કોર્ટના માર્ગદર્શન હેઠળ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ- ૧૨૦ (બી), ૨૦૦, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં ત્રણ આરોપીઓની અગાઉ અટક કરવામાં આવેલ ચ્જે અને જો કે એક આરોપી નાસતો ફરતો હતો દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના વિક્રમસિંહ બોરાણા, રામભાઇ મંઢ, પુથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે આરોપી રાજુભાઇ બુટાભાઇ ફાંગલીયા (ભરવાડ) ૨૬ રહે. મોરથળા તાલુકો થાન વાળાને વાંકાનેર દીઘલીયા ચોકડી પાસે આવેલ દ્વારકાધીશ હોટલ પાસેથી પકડી હસ્તગત કરી પેરોલ ફર્લો સ્કોડની કચેરી ખાતે લાવી ગુનાના કામે સી.આર.પી.સી. કલમ ૪૧(૧) (આઇ) મુજબ અટક કરી હતી અને આગળની કાર્યવાહી અર્થે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે સોપવા કાર્યવાહી ઘરેલ છે.






Latest News