મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક ટ્રક ચાલકે ચાર વાહનોને હડફેટે લેતા બધા વાહનોમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં


SHARE









મોરબીના રફાળેશ્વર નજીક ટ્રક ચાલકે ચાર વાહનોને હડફેટે લેતા બધા વાહનોમાં નુકશાન: કોઈ જાનહાનિ નહીં

વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ રફાળેશ્વર નજીક આવેલ મેગ્નમ સિરામીક સામે આવેલ કટ પાસે ટ્રક ચાલકે બેફિકરાઈથી તેનું વાહન ચલાવીને ચાર વાહનોને હડફેટે લીધા હતા જેથી કરીને ચારેય વાહનમાં નુકશાન થયેલ છે અને ટ્રક ચાલક તેનું વાહન છોડીને નાસી ગયેલ છે જેથી કરીને હાલમાં ૧૦૮ ના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ પોરબંદર જિલ્લાના છાંયા તાલુકાનાં રહેવાસી અને હાલમાં મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ રાણેકપરના પાટીયા પાસે રાજ ૫૫૫ હોટલની સામે હીમાલય પ્લાઝાની દુકાન નંબર છ માં રહેતા અને ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઇવીંગ પાયલોટ તરીકે ફરજ બજાવતા દીપકભાઇ પરબતભાઇ વાંજા જાતે કોળી (૩૧) એ હાલમાં ટ્રક રજીસ્ટ્રેશન નં. જીજે ૩૬ ટી ૨૪૭૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, વાંકાનેર મોરબી નેશનલ હાઇવે રોડ રફાળેશ્વર નજીક આવેલ મેગ્નમ સિરામીક સામે આવેલ કટ પાસે ટ્રક ચાલકે પોતાના હવાલાની ટ્રક પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તેમ ચલાવી હતી અને ત્યારે રોડ ઉપર વળાંક લેવા વળવા માટે ગાડી લઈને ઉભેલી  પરેશભાઇ કાન્તીલાલ ગાંભવા (રહે. દૂધઇ)ની બલેનો કાર નં. જીજે ૧૦ ડીજે ૨૨૫૮, જ્યંતીલાલ પોપટભાઇ દેત્રોજા (રહે. મોરબી) ની હોન્ડા અમેઝ કાર નં. જીજે ૧ આરડી ૪૭૦૫, જયભાઇ ધરમશીભાઇ પનારા (રહે. મોરબી) ની કીયા સોનેટ કાર નં. જીજે ૩૬ એએલ ૨૮૨૪ ને એક પછી એક પાછળ થી હડફેટમાં લીધી હતી અને કારમાં નાનુ મોટુ નુકશાન કર્યું હતું અને ફરીયાદીના હવાલા વાળી સરકારી ટાટા વીંગર ૧૦૮ એમ્બ્યુલન્સ રજીસ્ટ્રેશન નં. જીજે ૧૮ જીબી ૨૫૬૯ વાળીને ખાલી સાઇડથી પાછળની હડફેટ લઇને ખાલી સાઇડમાં પાછળથી આગળ સુધી પતરાની બોડીમાં બારીમાં નુકશાન કર્યું છે અને પોતાના હવાલાની ટ્રક રોડ ઉપર રેઢી મુકી વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ નહીં કરી નાશી ગયેલ છે જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૨૭૯, ૪૨૭ તથા એમવી એકટ કલમ ૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News