મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીમાં ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ


SHARE









મોરબીમાં ચેક રિટર્નના કેસમાં બે આરોપીને એક વર્ષની સજા અને બમણી રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઑને એક વર્ષની સાદી કેદની સજા અને કેસની બાકી નીકળતી રકમ ૫,૦૩,૫૯૩ ની બમણી રકમ ૧૦,૦૭,૧૮૬/- વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા કોર્ટે આદેશ કરવામાં આવે છે અને આ વળતરની રકમ આરોપી દ્વારા ચૂકવવામાં ન આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઇએ, તો ફરીયાદી વિધ્યા હાઇડ્રોલિકના પ્રોપરાઇટર ચેતનભાઈ જીવરાજભાઈ હડિયાલ (રહે. પંચાસર રોડ, મોરબી) પાસેથી આરોપીઑ એમ.પી. એસોસિએટના પાર્ટનરો મ્રીનલ દાસ અને પ્રાંજલ દાસ (રહે. ગુવાહાટી, આસામ)એ મશીનરીની ખરીદી કરેલ હતી. તેની બાકી રહેતી લેણી રકમ પૈકી ૫,૦૩,૫૯૩ વસૂલ આપવા આરોપીઑએ ચેક આપેલો હતો. તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપીઓ સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળનો ફોજદારી કેસ મોરબીના એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ ૨૦૨૩ ની સાલમાં દાખલ કરેલ હતો.

જેમાં આરોપીઑએ બાકીની રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા એમ.પી. એસોસિએટના પાર્ટનરો મ્રીનલ દાસ અને પ્રાંજલ દાસને ૧ વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ ૫,૦૩,૫૯૩ ની બમણી રકમ ૧૦,૦૭,૧૮૬ વળતર પેટે ફરિયાદીને ચૂકવી આપવા હુકમ કરેલ છે અને આ વળતર આરોપી દ્વારા ચૂકવવામાં ન આવે તો વધુ ૯૦ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.




Latest News