મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ઓબ્ઝર્વર તરીકે ડૉ. શ્રી સંજય જોશીની નિમણૂંક મોરબી નજીક રામકો વિલેજ સોસાયટી સામે બાઈક સાથે બાઈક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધનું મોત મોરબીમાં જમીનના વિવાદમાં સમાધાન ન કરતાં વૃદ્ધ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો: મારી નાખવાની ધમકી મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામે એસએમસીએ કરેલી રેડ બાદની તપાસ દરમિયાન વધુ એકની ધરપકડ


SHARE













મોરબીના લાલપર ગામે એસએમસીએ કરેલી રેડ બાદની તપાસ દરમિયાન વધુ એકની ધરપકડ

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે એસએમસીના સ્ટાફ દ્વારા બાતમીના આધારે રેડ કરીને દારૂ ભરેલું ગોડાઉન પકડી પાડવામાં આવ્યું હતું અને અમદાવાદના જાણીતા બુટલેગર જીમીત પટેલ તેમજ ભરત મારવાડી અને અન્ય બુટલેગરો આ ગોડાઉનનો મેઇન સ્ટોરેજ તરીકે ઉપયોગ કરી અહીંથી મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં દારૂ પહોંટાડવાનું નેટવર્ક ચલાવવામાં આવતુ હતુ.ત્યાંથી રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને અન્ય વિસ્તારોમાં દારૂ મોકલવામાં આવતો લાલપરના ગોડાઉનના નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો હતો અને તેમાં અગાઉ અનેક લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ છે અને આ બાબતે તપાસ માટે સીટની રચના કરવામાં આવેલ છે.

દરમ્યાનમાં સીટમાં કાર્યરત એસઓજીના પીઆઇ એમ.પી.પંડ્યા તથા પીએસઆઇ બી.ડી.ભટ્ટ દ્વારા દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા સંજય ઉર્ફે ડાકુ હરજીભાઈ ચૌહાણ (ઉમર ૩૨) રહે.નરસિપુરા નર્મદા કવાટર સામે હનુમાન મંદિર નજીક ધાંગધ્રાની ધરપકડ કરવામાં આવી હતી.નોંધનીય છે કે સ્ટેટ મોનેટરીંગ સેલે કરેલ રેડ બાદ તેમાં મુખ્ય બુટલેગર જીમીત પટેલ, ભરત મારવાડી સહિતનાઓની નીચે માલ ઉપાડનાર તરીકે લકીરાજ રાઠોડ તથા હળવદના દેવળિયાનો વિજય પટેલ સહિતનાઓ સંડોવાયેલા હોય અને તેઓની નીચે માલ ખરીદનારાઓની એક બાદ એક ધરપકડ કરવામાં આવી રહી છે. તે મુજબ તેઓ પાસેથી માલ લેનાર સંજય ઉર્ફે ડાકુ ચૌહાણની હાલ ધરપકડ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને હજુ આ કેસમાં લકી રાઠોડ સહિતનાઓની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ હોવાનું પોલીસસુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા થતા સારવારમાં

હળવદ ખાતે ડોક્ટર મેવાડાની બાજુમાં શ્રીનાથજી મકાન ખાતે રહેતા મુકેશભાઈ જગમાલભાઈ રાઠોડ નામના ૪૧ વર્ષનો યુવાન હળવદની હરીદર્શન હોટલ નજીકથી મોરબી ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ગત તા.૩૦ ના રાત્રીના નવેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં ઇજા પામેલ મુકેશભાઈ રાઠોડને મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી બનાવીની જાણ થતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ કરી હતી.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

માળીયા મીંયાણાના રહેવાસી અલ્તાફભાઈ રમજાનભાઈ કટીયા (ઉમર ૨૧) અને રજીયાબેન અબ્દુલભાઈ કટિયા (ઉમર ૩૬) ને મોરબીના પંચાસર રોડ ખાતે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે અહિંની સિવિલે લાવવામાં આવ્યા હતા.ગત તા.૩૦-૫ ના રોજ મોડીરાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

મોરબીના છાત્રાલય રોડ ઉપર તપોવન સ્કૂલ પાસે આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ "બજરંગ કૃપા" ખાતે રહેતા પ્રકાશભાઈ રામાનુજનો ૧૦ વર્ષનો દિકરો અભી પ્રકાશભાઈ રામાનુજ વિજયનગર સોસાયટી પાસે ગાડીમાં રમી રહ્યો હતો તે સમય ગાડીમાંથી પડી જતા જમણા હાથે ઇજા પામતા ખાનગી હોસ્પીટલે સારવાર માટે લઈ જવાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.






Latest News