મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ફાયર સુવિધા ન હોવાથી ૩૧ કોમ્પલેક્ષ-એપાર્ટમેંટને પાલિકાની નોટિસ


SHARE







મોરબીમાં ફાયર સુવિધા ન હોવાથી ૩૧ કોમ્પલેક્ષ-એપાર્ટમેંટને પાલિકાની નોટિસ

રાજકોટમાં આવેલ ગેમઝોન થોડા દિવસો પહેલા આગ લાગી હતી ત્યાર બાદ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબીની વાત કરીએ તો પાલિકાના ફાયર વિભાગ સહિતની ટીમો છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં હોસ્પિટલો ચેક કરી રહી છે અને શનિવારે મોરબીના રવાપર રોડ અને અવની ચોકડી પાસે આવેલ જુદાજુદા ૧૧ શોપિંગ સેન્ટર ચેક કરવામાં આવ્યા હતા ત્યારે ત્યાં શાળા, કોલેજ, ટ્યુશન ક્લાસ, મોલ, વિગેરે જોવા મળ્યા હતા અને ત્યાં ફાયર સેફ્ટીના સાધનો કે પછી ફાયરની એનઓસી ન હોવાની સામે આવ્યું હતું જેથી કરીને ફાયર વિભાગની ટીમ દ્વારા નોટિસ આપવામાં આવેલ છે તેની માહિતી આપતા ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, શનિવારે રવાપર રોડમાં નીલકંઠ શાળાથી લઈને પાલિકાની હદમાં આવતા કોમ્પ્લેક્ષોની ચકાસણી કરી હતી ત્યારે એમ.એમ.પ્લાઝા, ગીતા કોમ્પલેક્ષ, સતનામ કોમ્પલેક્ષ, સાધના કોમ્પલેક્ષ, ઓમ શાંતિ કોમ્પલેક્ષ, ઉમાં પ્લાઝા, બોમ્બે માર્કેટ, માનવ પ્લાઝા સહિતના ૧૧ કોમ્પલેક્ષો અને ૨૦ જેટલા એપાર્ટમેંટને ચેક કર્યા હતા ત્યારે ત્યાં ફાયર એનઓસી ન જોવા મળતા આ કોમ્પ્લેક્ષો અને એપાર્ટમેંટને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે અને બે દિવસમાં ફાયર સેફટી અંગેનો જવાબ રજૂ કરવા આદેશ કરેલ છે






Latest News