મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનોને બ્રેક લગાવવા હર્ષ સંઘવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત


SHARE







મોરબી જીલ્લામાં બેફામ ગતિએ દોડતા ઓવરલોડ વાહનોને બ્રેક લગાવવા હર્ષ સંઘવીને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની રજૂઆત

મોરબી જીલ્લામાં બેફામ ગતિએ ઓવરલોડ માલ ભરીને વાહનો ચલાવવામાં આવે છે તેને વહેલી તકે કોઈ જીવલેણ ગંભીર અકસ્માત બને તે પહેલા બંધ કરાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખે હાલમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ હાલમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીને લેખિતમાં રજૂઆત કરી છે કરેલ છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં કોઈપણ પ્રકારની કાયદાકીય સુચનાઓનું પાલન કર્યા વગર ખનીજ ભરેલા ઓવરલોડ વાહનો બેફામ ગતિએ ચલાવવામાં આવે છે તેમજ આવા ખનીજ ભરેલા ઓવરલોડ વાહનોમાંથી પથ્થર પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમજ આ ઓવરલોડ વાહનોમાંથી નાના નાના પથ્થર અન્ય નાના વાહન ચાલકો પર પડે છે. જેના કારણે ગંભીર અકસ્માત થવાની શક્યતા છે તેમજ ઓવરલોડ રેતી ભરેલ વાહનોમાંથી ખારૂ પાણી રોડ ઉપર પડતુ હોવાના કારણે લોકોના ટેકસમાંથી બનેલ રોડ-રસ્તાઓ વારંવાર તુટી જતાં હોય છે. જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે.

તેમજ મોરબી જીલ્લાના નવલખી બંદર પરથી કોલસા ભરેલા ઓવરલોડ વાહનો બેફામ રીતે ચાલી રહયા છે. જે કોલસા રોડ-રસ્તા પર પડવાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. હાલના સમયમાં ખનીજ ભરેલા ઓવરલોડ વાહનના ચાલકો બેફામ બન્યા છે. ત્યારે મોરબી જીલ્લામાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરતું હોય તેવું લાગી રહયું છે. જેના કારણે અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. અને કેટલાક લોકોની જીંદગી તેમાં હોમાઇ ગયેલ છે ત્યારે આવા ઓવરલોડ વાહનો બંધ કરાવવા જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગ કરી છે






Latest News