અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત


SHARE









હળવદથી સફાઈ કામ પૂરું કરીને ટીકર જતાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા દંપતીનું મોત

હળવદની કોર્ટ અને તાલુકા પંચાયતમાં સફાઈ કામ કરતું દંપતિ પોતાનું કામ પૂરું કરીને હળવદથી ટીકર બાજુ જઈ રહ્યું હતું ત્યારે જુના અમરાપર પાસે તેઓના ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને આ બનાવમાં બાઇક ઉપર જઇ રહેલા દંપતીનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું જે બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ બાબુભાઇ પરમાર (31) અને મુક્તાબેન અશ્વિનભાઈ પરમાર (31) હળવદમાં આવેલ કોર્ટ તેમજ તાલુકા પંચાયત કચેરીમાં સફાઈ કામ કરે છે તે કામ પૂરું કરીને તેઓ બાઇક લઈને હળવદથી પાછા ટીકર જઈ રહ્યા હતા ત્યારે જુના અમરાપર નજીક કાર ચાલકે તેઓના ડબલ સવારી બાઇકને હડફેટ લીધું હતું જેથી કરીને ગંભીર અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમારનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને આ બનાવની જાણ થતાં પરિવારજનો તેમજ આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતક દંપતીના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ લેવા માટેની આગળની કાર્યવાહી કરેલ છે વધુમાં મળતી માહિતી મુજબ મૃતક દંપતીને ત્રણ દીકરી અને એક દીકરો છે જે ચાર સંતાનોએ આજે આ અકસ્માતના બનાવના લીધે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે




Latest News