મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ઉદભવે તે માટે પૂર્વ આયોજન કરવા કલેક્ટરની તાકીદ


SHARE













મોરબીમાં ચોમાસાની ઋતુ દરમિયાન રોગચાળો ન ઉદભવે તે માટે પૂર્વ આયોજન કરવા કલેક્ટરની તાકીદ

મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં સંચારી રોગ નિયમન માટે જિલ્લા સર્વેલન્સ અને સંકલન સમિતિની બેઠકનું જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ચોમાસાની ઋતુ દરમિયાન જિલ્લામાં ક્લોરીનેશનેશનની કામગીરી યોગ્ય રીતે થાય, કોઈ રોગચાળો ઉદભવે જ નહીં તે માટે પૂર્વ તૈયારીઓ અને કામગીરી કરવા માટે જિલ્લા કલેક્ટરએ બેઠકમાં સંબંધિત વિભાગોને સૂચના આપી હતી. અને કલેકટરએ મોરબી જિલ્લામાં મેલેરીયા સિઝનલ ફ્લૂ, પાણીજન્ય બીમારીઓ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, ટાઈફોડ વગેરે રોગચાળાની સ્થિતિનો તાગ મેળવી જિલ્લામાં રોગચાળા સર્વેલન્સ અને રોગચાળા અટકાયતી પગલા, ક્લોરીનેશન, પાઇપલાઇન લીકેજની નોંધણી, શોધખોળ અને રીપેરીંગ બાબત તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાવડર, જંતુનાશક દવાઓ વગેરેના સ્ટોક વગેરે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. કોઈ રોગચાળો ઉદ્ભવે તે પહેલા જ હોમ ટુ હોમ સર્વે, દવા છંટકાવ તેમજ ફોગિંગ સહિતની કામગીરી કરવા પણ જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધિતોને સૂચના આપી હતી. તો ડીડીઓ જે.એસ. પ્રજાપતિએ ગામડાઓમાં આરોગ્ય ટીમ દ્વારા સર્વે કરી ગામ લોકોની મુલાકાત લઇ વિવિધ રોગચાળા અંગે જાગૃત કરવા જણાવ્યું હતું. ઉપરાંત ક્યાંય પાણી ભરાયેલું ન રહે અને સ્વચ્છતા જળવાય તે બાબત પર ભાર આપ્યો હતો.






Latest News