ભાજપમાં ભડકો: સંપૂર્ણ બહુમતી વળી હળવદ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેને મૂક્યું રાજીનામું ! મોરબી અને ટંકારામાં જુગારની જુદીજુદી રેડમાં 8 આરોપી પકડાયા, 1 ની શોધખોળ હળવદના રણમલપુર ગામે રહેતા આધેડના મોબાઇલમાં બેંકનો બેનાવટી ટેક્સ મેસેજ સેન્ડ કરીને 78,000 હજારની છેતરપિંડી મોરબી નજીક ટ્રક અને ટ્રેકટર વચ્ચે કાર ઘુસાડવા જતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક યુવાનનું મોત સાવધાન રહો: ટંકારાના જબલપુર ગામે રહેતી મહિલાના મોબાઈલ ફોનમાં એપીકે ફાઇલ સેન્ડ કરીને 95 હજારની છેતરપિંડી હળવદમાં રહેતા યુવાનને ટેલિગ્રામ આઈડી બનાવી ઘરે બેઠા ટાસ્ક પૂરો કરી પૈસા કમાવાની લાલચ આપીને 4.49 લાખની છેતરપિંડી માળીયા (મી)ના સરવડ અને વાંકાનેરના પાંચદ્વારકા ગામે રહેતા જુદાજુદા યુવાનના મોબાઈલ ફોન હેક કરીને 5.17 લાખની છેતપરિંડી મોરબીમાં રહેતા યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી 98 હજારની ઉપાડી જતાં છેતરપિંડીનો ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારા તાલુકામાં પકડવામાં આવેલ 2.37 કરોડના દારૂ-બિયરનો નાશ કરાયો


SHARE







































મોરબી અને ટંકારા તાલુકામાં પકડવામાં આવેલ 2.37 કરોડના દારૂ-બિયરનો નાશ કરાયો

મોરબી જીલ્લામાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસ જુદાજુદા વિસ્તારમાં દારૂની રેડ કરવામાં આવે છે તેવી જ રીતે મોરબી તાલુકા, સીટી એ તથા બી ડિવીઝનમાં અને ટંકારા તાલુકામાંથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમયાંતરે દારૂની રેડ કરીને પોલીસે કુલ મળીને 2.37 કરોડના દારૂનો જથ્થા પકડ્યો હતો જેનો આજે અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવેલ છે

મોરબી અને ટંકારા તાલુકામાં જુદાજુદા સમયે રેડ કરીને પકડવામાં આવેલ દારૂના જથ્થાનો નાશ કરવા માટે કોર્ટમાંથી મંજૂરી મળી ગયેલ હતી જેથી કરીને પ્રાંત અધિકારી સુશીલ પરમારની અધ્યક્ષતામાં ડીવાયએસપી પી.એ.ઝાલા અને એસ.એચ.સારડા, નશાબંધી અને આબકારી ખાતું રાજકોટના પીએસઆઈ ભાવનાબેન પંચોલી તેમજ ચારેય પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનાઓની હાજરીમાં દારૂની ૧૭૩ રેડમાં પકડવામાં આવેલ ૯૦,૫૬૧ દારૂની બોટલો અને બીયરના ટીન જેની કિંમત ૨,૩૭,૭૮, ૭૭૭ થાય છે તેવા ઉપર રોડ રોલર ફેરવીને દારૂ બિયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.














Latest News