મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં ટ્રાન્સપોર્ટરને માર મારવાના ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ

મોરબીમાં ટ્રાન્સપોર્ટરને તેના પૂર્વ કર્મચારી સહિત ત્રણ શખ્સોએ માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાવેલ હતી તેના આધારે પોલીસે માર મારવાના આ ગુનામાં પૂર્વ કર્મચારી સહિત ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ ચંન્દ્રેશનગર મુનનગર ચોક પાસે આરાધના-૦૧ ત્રીજા માળે બ્લોક નંબર ૩૦૨ માં રહેતા નરેન્દ્રસિંહ પોપટભા ગોહિલ જાતે રાજપુત (૪૮) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વનરાજભાઈ હુંબલ, હુશેનભાઈ અને જગાભાઈની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી પંચાસર રોડ જુના ઉમા હોલની સામે શોપીંગ સેન્ટર પાસે તે હતા ત્યારે ત્રણેય આરોપીઓએ વારા ફરતી ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર મારીને મુંઢ ઈજા કરી હતી તેમજ આરોપી વનરાજભાઈ હુંબલે ફરિયાદીને પોતાના હાથમાં રહેલ લોખંડની ટામી વડે એક ઘા છાતીની ડાબી સાઈડે પાંસળીઓમાં માર્યો હતો જેથી કરીને તેને ત્રણ પાંસળીઓમાં ઈજા થયેલ હતી અને આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં પોલીસે આરોપી વનરાજભાઈ પ્રભાતભાઈ હુંબલ જાતે આહીર (૩૪) રહે આરાધના ટાવર મુનનગર પાસે મોરબી, હુશેનભાઈ ઉમરભાઈ ઘાંચી (૪૭) રહે. ભાડલા તાલુકો જસદણ અને જગદીશભી રામજીભાઈ વાઘેલા (૨૭) રહે. વીસીપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે

વૃદ્ધ સારવારમાં

મોરબી શહેરના નગર દરવાજા ચોકમાં અજાણ્યા ૭૦ વર્ષના વૃદ્ધ બેભાન થઈ ગયા હતા જેથી કરીને તેને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે






Latest News