મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના નવનિર્મિત સંકુલનું ઉદ્ઘાટન કરાયું


SHARE













મોરબીના લક્ષ્મીનગર ગામે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના નવનિર્મિત સંકુલનું ઉદ્ઘાટન કરાયું

મોરબીના લક્ષ્મીનગર ગામની સામે આર્યવ્રત સ્કૂલની સામે ડો. કુસુમબેન અમૃતલાલ દોશી પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-૨ નું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં લક્ષ્મીનગર ગામની સામે નવયુગ ટાઇલ્સની સામે જમીન લઈ તેના પર ડો. કુસુમબેન અમૃતલાલ દોશીના એક કરોડ રૂપિયાની માતબર દાનથી નિર્માણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં લક્ષ્મીનગર ગામની અંદર  છેલ્લા ૧૧ વર્ષથી અંધજનોના પુનર્વસનનું કામ ચાલી રહ્યું છે. જેમાં અનેક ગામથી અંધજન દંપતીઓ વસવાટ માટે આવે છે. લક્ષ્મીનગર ગામમાં મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા આપવામાં આવેલી જમીન પર બે ઇમારતો બનાવી ૧૬૦ નેત્રહીન વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. હાલ અત્યારે ૪૦ ફ્લેટ કાર્યરત છે. જેમાં એક જમીન અને બે માળનું બિલ્ડિંગ છે. અહીં છોકરાઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ આ ૪૦ ફ્લેટ ફૂલ થઈ ગયા છે અને હજુ પણ પ્રજ્ઞાચક્ષુઓની સંખ્યા બહારગામથી આવી રહી છે ત્યારે પુનર્વસન સેવા કેન્દ્ર સંકુલ-૨ નું નિર્માણ કરીને તેને ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન સમારોહમાં ખાસ અમેરિકથી  સર્વ મંગલ ટ્રસ્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિનિધિઓ દ્વારા રૂપિયા ૫૧ લાખનું દાન આપી આ પુનર્વસન કેન્દ્ર માટે સહાય આપવામાં આવી છે. તેમજ અન્ય દાતાઓ દ્વારા પણ યથાશક્તિ દાન આપી સહાય કરવામાં આવી છે. આ ઉદ્ઘાટન સમારોહમાં આ બધા દાતાઓને  સન્માનિત કરવામાં આવ્યા હતા.






Latest News