મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં


SHARE













મોરબીના રફાળેશ્વર નજીક સામસામે મારામારીમાં બે ને ઈજા થતાં સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામે નળિયાના કારખાના નજીક સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક આધેડ અને એક યુવાનને ઇજા થયેલ છે જેથી તે બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે

બનવાની જાણવા મળતી માહિત મુજબ મોરબીના રફાળેશ્વર ગામે આવેલા મોમાઇ નડિયાદના કારખાના પાસે રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ કાંતિલાલ સોલંકી (24) અને રફાળેશ્વર ગામે રહેતા બળદેવ કરસનભાઈ મકવાણા (57) ને મોમાઈ નળિયાના કારખાના નજીક મારામારીના બનાવમાં ઇજાઓ થયેલ હતી જેથી બંને ઇજાગ્રસ્તોને સિવિલે સારવાર માટે ખસેડાયા હતા અને હોસ્પિટલ ખાતે તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ એ.એમ. ઝાપડિયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
વાંકાનેરમાં રહેતો શાહરૂખ હુસેનભાઈ બ્લોચ (19) નામનો યુવાન વાંકાનેર થાન ચોકડી પાસે હતો ત્યારે ત્યાં વાહન અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર બાદ પ્રથમ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ વાંકાનેર સિટી પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવેલ છે

રિક્ષા પલટી
સુરેન્દ્રનગરના નાગવાડા ગામે ઠાકોરવાસમાં રહેતા જીલાભાઈ નારણભાઈ (47) નામનો યુવાન જીવાગામ થી ચુલી ગામ તરફ જવાના રસ્તા ઉપર રિક્ષા લઈને જતો હતો ત્યારે રીક્ષા પલટી મારી જતા અકસ્માત થયો હતો જેમાં તેને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવો ધાંગધ્રા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરી છે






Latest News