મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

તસ્કરોના ધામા: મોરબીની બે સોસાયટીમાં ત્રણ મકાનના નકુચા તોડીને ચોરી, અંદાજે 85 હજારનો મુદામાલ લઈ ગયા


SHARE













તસ્કરોના ધામા: મોરબીની બે સોસાયટીમાં ત્રણ મકાનના નકુચા તોડીને ચોરી, અંદાજે 85 હજારનો મુદામાલ લઈ ગયા

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તે રીતે જુદી જુદી બે સોસાયટીમાં ત્રણ જેટલા મકાનમાં દરવાજાના નકુચા તોડીને તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરેલ છે અને ઘરમાંથી રોકડા રૂપિયા, ઘડિયાળ સહિતની ચીજ વસ્તુઓની ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રામકૃષ્ણનગરમાં વી-નંબરના બ્લોકમાં રહેતા પ્રકાશભાઈ નારણભાઈ લહેરુના રહેણાંક મકાનને તસ્કરોએ રાત્રિના બે થી ચાર વાગ્યાના અરસામાં નિશાન બનાવ્યું હતું અને તેના ઘરના દરવાજાના તાળા ખોલ્યા કે તોડિયા વગર નકુચાને કાનસથી તોડી નાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘરની અંદર પ્રવેશ કરીને ઘરમાં માલ સામાન વેરવિખેર કરી નાખીને રોકડા રૂપિયા 70,000 તથા ચાર ગોલ્ડન ઘડિયાળ આમ કુલ મળીને 80,000 ના મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે

વધુમાં જાણવા મળતી માહિતી પ્રમાણે પ્રકાશભાઈ લહેરુ કેબ ડ્રાઇવિંગનું કામકાજ કરે છે અને તેના પત્ની દવા લેવા માટે થઈને મુંબઈ ગયા હતા તેઓ પોતાના ઘરે ઉપલા માળે સૂતા હતા અને તસ્કરોએ નીચે તેઓના ઘરના દરવાજાના નકુચાને તોડીને ચોરીની ઘટનાને અંજાર આપેલ છે

પ્રકાશભાઈના ઘરની બાજુમાં જ તેમનું બીજું મકાન આવેલ છે ત્યાં હાલમાં ભાડુઆત રહે છે તે ઘરને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ત્યાં પણ ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો જોકે, ઘરમાંથી કોઈ મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ નથી આ બનાવ અંગેની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ભોગ બનેલા ઘરધણીની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે અજાણ્યા બે શખ્સો રાત્રીના બે થી ચાર વાગ્યાના અરસામાં તે વિસ્તારમાં દેખાયા હતા તેને જ આ બંને ઘરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે

આવી જ રીતે મોરબીના અરૂણોદયનગર વિસ્તારમાં બ્લોક નં.102 માં રહેતા બળવંતભાઈ અશોકભાઈ રાઠોડ તેઓના પરિવારજન સાથે ધાબા ઉપર બધા સુતા હતા ત્યારે તેના રહેણાંક મકાનને રાત્રિ દરમિયાન તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેઓના ઘરના દરવાજાનું તાળું ખોલવા કે તોડવાના બદલે નકુચો જ કાનસથી તોડી નાખ્યો હતો અને દરવાજો ખોલીને તસ્કરે ઘરમાં પ્રવેશ કર્યો હતા ત્યારબાદ કબાટમાં રાખેલ માલસામાનને વેર વિખેર કરી નાખ્યો હતો અને કબાટમાં રહેલ પાકીટ જેમાં 3000 રૂપિયા હતા તે તથા બે સ્માર્ટ વોચની ચોરી કરવામાં આવેલ છે આ બનાવની પણ મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News