અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ઈશ્વરનગર ગામે પુત્રવધૂને જીવતી સળગાવી દેનાર સસરાને આજીવન કેદ


SHARE









હળવદના ઈશ્વરનગર ગામે પુત્રવધૂને જીવતી સળગાવી દેનાર સસરાને આજીવન કેદ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રસોઈ બનાવવામાં ઘરે મોડું થયું હતું જેથી કરીને સસરાએ પુત્રવધૂને માથામાં લાકડી મારી હતી અને ત્યાર બાદ કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો તેમાં કોર્ટે મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને આરોપી સસરાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 21,000 નો દંડ કર્યો છે.

મોરબી તાલુકાના રામગઢ ગામે માવતર ધરાવતા આશાબેનના લગ્ન હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા વિનોદભાઈ મગનભાઈ ભાડજા સાથે વર્ષ 2014 માં થયા હતા અને તેઓ તેમના સાસુ, સસરા સાથે સંયુક્ત પરિવારમાં ઈશ્વરનગર ગામે રહેતા હતા. અને વર્ષ 2018 માં બપોરના સમયે તેમના સસરા મગનભાઈ પરસોતમભાઇ ભાડજા ઘરે હતા અને આશાબેન રસોઈ બનાવી રહયા હતા ત્યારે “રસોઈ બનાવવામાં કેમ મોડું થયું તેમ કહીને તેઓને તેના સસરાએ માથામાં લાકડી મારી હતી અને ત્યાર બાદ એકદમ ઉશ્કેરાઈ જઈને ઘરમાં પડેલ કેરોસીનનું લઈ આવીને આશાબેન ઉપર રેડી દીધું હતું અને દીવાસળી ચાંપી દીધી હતી જેથી આશાબેન દાઝી ગયા હતા અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ બાદ આશાબેનને ડીડીમાં સમગ્ર બનાવને વર્ણવ્યો હતો. જે કેસ મોરબી પ્રિન્સિપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ ની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે 20 મૌખિક, 37 દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલ સંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ દલીલને ધ્યાને લઈને આરોપી મગનભાઈ પરસોતમભાઇ ભાડજાને આજીવન કેદની સજા અને 21 હજારનો દંડ કર્યો છે.




Latest News