મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર વિસ્તારમાં સ્કૂલ, કારખાના, વાડી, એગ્રો અને રહેણાકમાં 39 ગેરકાયદે કનેક્શન !: પાણીચોરીની સામે ફરિયાદ


SHARE







 

હળવદના ભવાનીનગર વિસ્તારમાં સ્કૂલ, કારખાના, વાડી, એગ્રો અને રહેણાકમાં 39 ગેરકાયદે કનેક્શન !: પાણીચોરીની સામે ફરિયાદ

હળવદથી દેવડીયા થઈને સુરવદર ગામ વિસ્તાર સુધી પીવાનું પાણી પહોંચાડવા માટે થઈને પાઇપ લાઇન પાથરવામાં આવી છે તે પાઇપલાઇનમાંથી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર આડેધડ ભંગાણ કરીને ગેરકાયદે કનેક્શન મેળવી લેવામાં આવ્યા છે જેથી છેવાડાના ગામના લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું નથી જેથી આ બાબતે ધારાસભ્ય દ્વારા સંકલન સમિતિમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ હાલમાં આ પીવાના પાણીની લાઈનનો મરામત અને નિભાવનો કોન્ટ્રાક્ટ રાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં 39 જેટલા ગેરકાયદેસર કનેક્શન કાપીને પાણીની લાઈનમાં ભંગાર કરનારાઓની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા હળવદ તાલુકાના 24 ગામ અને બે પરામાં પાણી વિતરણ અને મરામત તથા નિભાવણીની કામગીરી મારૂ કન્સ્ટ્રકશનને આપવામાં આવેલ છે અને હળવદથી વેગડવાવ તથા હળવદથી દેવડીયા થઈને સુરવદર સરકારી પીવાના પાણી માટેની જે લાઈન પાથરવામાં આવેલ છે તેમાં છેવાડાના ગામ સુધી પીવાનું પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી તેની ફરિયાદો ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સુધી પહોંચી હતી અને ત્યારબાદ તેમના દ્વારા આ બાબતે જિલ્લા સંકલનમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર કનેક્શન મેળવવામાં આવ્યા હોય તે કનેક્શન કાપી નાખવામાં આવે અને ફરિયાદો દાખલ કરવામાં આવે તેવી કડક સુચના આપવામાં આવી હતી તેવામાં પીવાના પાણીની આ લાઈનનું મરામત કામ કરતા કોન્ટ્રાક્ટર મનસુખભાઈ છગનભાઈ મારૂ જાતે અનુ. જાતિ (52) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રહેણાક અને કોમર્શિયલ હેતુ માટે ગેરકાયદે પાણી લેનારા એક કે બે નહીં પરંતુ 39 આસામીઓની સામે ફરિયાદ નોંધાવેલ છે

હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જેની સામે ફરિયાદ નોંધાવવામાં આવે છે તેમાં પવનસુત પોલીમર્સ (હળવદ), નસીબભાઈ સુરેશભાઈ નાડિયા, ખીમાભાઈ બચુભાઈ નાડીયા, કૈલાસ મારવાડી જી.ઈ.બી. કોન્ટ્રાક્ટર, માવજી કાનજી પ્રજાપતી, કિશોરભાઈ રોહીત, ચતુરભાઈ મહારાજ, કાનાભાઈ, શીવાભાઈ દેવીપુજક, ધારાભાઈ મોહનભાઈ જબાડીયા, કેશુભાઈ શંભુભાઈ દેવીપુજક, રવાભાઈ કેશુભાઈ દેવીપુજક, રમાભાઈ બાબુભાઈ દેવીપુજક, હિરાભાઈ બાબુભાઈ દેવીપુજક, મૈયલાભાઈ ધારાભાઈ દેવીપુજક, જલાભાઈ ભરવાડ, મુકેશભાઈ ભરવાડ, અનિલભાઈ બચુભાઈ મકવાણા, રમેશભાઈ કાનજીભાઈ ઠાકોર, પુનમભાઈ દેવાભાઈ નાડીયા, શીવાભાઈ મણીભાઈ મકવાણા, જીતુભાઈ રામજીભાઈ નાડીયા, અરવિંદભાઈ ભગુભાઈ નાડીયા, દિનેશભાઈ ભગુભાઈ નાડીયા, દિલીપ ભગા ઠાકોર, સંજયભાઈ ગોરધનભાઈ, સાંદિપની હોસ્ટેલ તથા સાંદિપની સ્કુલના કબ્જેદાર, એન્ટ્રેલીયા કંપનીના કબ્જેદાર, બેસ્ટ એગ્રો હળવદના કબ્જેદાર, એવરેસ્ટ પ્રોટીન હળવદ હાઈવેના કબ્જેદાર, સલીમા એક્ટપોટના કબ્જેદાર, જય વડવાળા ફાર્મ,  નરેશભાઈ નટવરભાઈ હળવદ હાઈવે વાડી, ભાવેશભાઈ મોહનભાઈ વાડી, બાજુભાઈ જેસીગભાઈ, રાજુભાઈ સિંધભાઈ દેવીપુજક, ભનાભાઈ, સિંધાભાઈ દેવીપુજક, વશરામભાઈ સિંધાભાઈ, સિધાભાઈ જેસીગભાઈ દેવીપુજક અને સિધાભાઈ મલ્લાભાઈ દેવીપુજકનો સમાવેશ થાય છે

આ લોકો દ્વારા હળવદથી દેવળીયા થઈને સૂરવદર જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ગેરકાયદેસર ભંગાણ કરીને હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં પાણી મેળવવામાં આવી રહ્યું હતું જેથી કરીને છેવાડાના વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું ન હોવાથી હાલમાં ગેરકાયદેસર જોડાણો કટ કરવામાં આવ્યો છે અને ગેરકાયદેસર જોડાણ લેનારાઓની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ધિ પ્રિવિસન્સ ઓફ ડેમેજીસ ઓફ પબ્લીક પ્રોપટી એક્ટની કલમની ૩ તથા ઈ.પી.કો. કલમ ૪૩૦ (BNS કલમ ૩૨૬ (એ) મુજબ તથા ગુજરાત ઘર વપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ અધિનિયમ) -૨૦૧૯ ની કલમ ૧૦(૧) (I), ૧૧(૬) મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News