મોરબીમાં ભાજપ સાથે 32 વર્ષથી જોડાયેલ આગેવાને પક્ષમાંથી આપ્યું રાજીનામુ ટંકારા તાલુકામાં ધોળા દિવસે  ચોરી કરનાર આરોપીના જામીન મંજુર મોરબીના જૂના ઘૂટું રોડ ઉપરથી 1776 બોટલ દારૂ ભરેલ કાર સાથે રાજકોટનો શખ્સ પકડાયો, માલ આપનાર અને મંગાવનારની શોધખોળ મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર !
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ૧૬,૨૮૦ કિલો યુરીયા ખાતર પકડાવા મુદે માલ મોકલાવનાર-માલ મંગાવનાર સહિત ચાર સામે ફરીયાદ


SHARE













મોરબી નજીકથી ૧૬,૨૮૦ કિલો યુરીયા ખાતર પકડાવા મુદે માલ મોકલાવનાર-માલ મંગાવનાર સહિત ચાર સામે ફરીયાદ

મોરબી નજીકના ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેન્ડની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા નિમ કોટેડ યુરિયા ખાતર ભરેલ એક મેટાડોર વાહનને પોલીસ દ્વારા પકડવામાં આવ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં બે મેટાડોરના ચાલક તથા માલ ભરી આપનાર અને માલ મંગાવનાર આમ કુલ મળીને ચાર શખ્સોની સામે પોલીસ દ્વારા આવશ્યકધારાની જુદી જુદી કલમો હેઠળ તેમજ રાસાયણિક ખાતર નિયંત્રણના હુકમ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ટીંબડી ગામના પાટીયા પાસે બસ સ્ટેશનની પાછળના ભાગમાંથી થોડા સમય પહેલા યુરિયા ખાતર ભરેલ મેટાડોર વાહનને પકડવામાં આવ્યું હતું અને જે બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વનરાજભાઈ મુળુભાઈ ચાવડા દ્વારા આઇસર નંબર જીજે ૩૭ વી ૬૯૮૪ ના ચાલક પ્રવીણભાઈ રણજીતભાઈ ઠાકોર (૨૪) રહે વિરોચન નગર ઠાકોર વાસ તાલુકો સાણંદ, આઇસર નંબર જીજે ૩૬ ટી ૯૯૭૦ ના ચાલક દિનેશભાઈ કાળુભાઈ નાથજી જાતે બાવાજી (૨૦) રહે ટીંબડી ગામના પાટીયા પાસે શક્તિનગર ઉમા સર્વિસ સ્ટેશન પાછળ મોરબી અને માલ ભરી આપનાર વિજયભાઈ ભરવાડ રહે ચૂંપણી તાલુકો હળવદ તેમજ માલ મંગાવનાર મુન્નાભાઈ ઝાલાભાઇ ગોલતર જાતે ભરવાડ રહે.વટવા અમદાવાદ વાળાઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેને જણાવી છે કે આરોપીએ આઇસર મેટાડોરમાં નીમ કોટેડ યુરિયા ખાતર ૧૬,૨૮૦ કિલો જથ્થો જેની કિંમત રૂપિયા ૯૭,૬૮૦ થાય છે તે ખેતી સિવાયમાં ઉપયોગમાં રેજીન બનાવવા માટે ઔદ્યોગિક હેતુ માટે વપરાશ કરી ગુનો કરેલ છે.જેથી હાલમાં રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ૧૮૫ ની કલમ ૨૫ (૧) તથા આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના બી.એમ.બગડા ચલાવી રહ્યા છે.






Latest News