હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ઘૂસીને એક શખ્સે કર્યા મહિલા સાથે શારિરીક અડપલા: ગુનો નોંધાયો


SHARE









મોરબી નજીક સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ઘૂસીને એક શખ્સે કર્યા મહિલા સાથે શારિરીક અડપલા: ગુનો નોંધાયો

મોરબીના ઘુંટુ નજીક આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાના લેબર ક્વાર્ટરમાં એક શખ્સે ઘૂસીને કવાર્ટરનો અંદરથી દરવાજો બંધ કર્યો હતો અને મહિલાનું બાવડું પકડીને તેને શારીરિક અડપલા કર્યા હતા જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સ ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલા તેના લેબર કવાર્ટરમાં હતી ત્યારે ત્યાં લેબર ક્વાર્ટર ની અંદર એક શખ્સ ઘૂસી ગયો હતો અને તેણે ક્વાર્ટરનો અંદરથી દરવાજો બંધ કરી લીધા બાદ તે મહિલાનું બાવળું પકડીને તેને શારીરિક અડપલા કર્યા હતા જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઇપીસી કલમ 354 (એ) તેમજ એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપી મુનાફભાઈ અબ્દુલભાઈ શેરસીયા રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ અંગેની આગળની વધુ તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.




Latest News