મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટી-બચાવ સંસાધનોના ઉપયોગ અને સંચાલનનું ૬૬૦ લોકોને માર્ગદર્શન અપાયું


SHARE









મોરબી જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં ફાયર સેફ્ટી-બચાવ સંસાધનોના ઉપયોગ અને સંચાલનનું ૬૬૦ લોકોને માર્ગદર્શન અપાયું

મોરબી જિલ્લા વહિવટી તંત્ર, મોરબી સિરામીક એસોસિએશન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અને ડાયરેક્ટર, ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય, મોરબીના સંયુકત ઉપક્રમે પ્રોપેન અને એલ.પી.જી.ના સ્ટોરેજ પ્લાન્ટના સંચાલકો અને સ્ટાફ માટે સેફ્ટી ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અનુસંધાને તા. ૧૯થી ૨૭ સુધી સેફ્ટી ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ૯ જેટલા ગૃપ પાડીને મોરબીના દરેક વિસ્તારને આવરી લેવાયા હતા. જેમાં કુલ ૩૦૪ ઔદ્યોગિક એકમો અને ૬૬૦ વ્યક્તિએ ભાગ લીધો હતો. આ ટ્રેનીંગ દરમિયાન ઉપસ્થિતોને પ્રોપેન અને એલ.પી.જી.ને ઓપરેટ કરતી વખતે શું ધ્યાન રાખવું તથા આગ જેવી અણધારી આફતને નિવારવા માટે કઈ રીતે પોતાને અન્યને તેમજ માલ-મિલકતને  ઓછામાં ઓછું નુક્શાન થાય તે માટે ઉપલબ્ધ ફાયર સેફટીના સાધનોનો કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અંતિમ દિવસે એરાકોન વિટ્રીફાઇડ માટેલ ખાતે રાખવામાં આવેલા સેશન દરમિયાન વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી, મોરબી કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના ડો. ધાર્મિક પુરોહિત તથા ટ્રાઈ ગેસ કંપનીના ધર્મેશ જોબનપુત્રા વગેરે હાજર રહ્યા હતા.

મોરબીમાં નિવાસી તાલીમ વર્ગ યોજવા માંગતી સંસ્થાઓ જોગ

જિલ્લા રોજગાર કચેરી મોરબી દ્વારા આગામી જુલાઈ-૨૦૨૪ માસમાં 30 દિવસ માટે સંરક્ષણ દળોમાં જોડાવા માટે વિદ્યાર્થીઓના નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરેલ છે. આ નિવાસી તાલીમ માટે હોસ્ટેલ, ક્લાસરૂમ, રસોડુ, ગ્રાઉન્ડની સુવિધા ધરાવતી શૈક્ષણિક/ સામાજિક સંસ્થાની જરૂરીયાત હોય જેના માટે રસ ધરાવતી શૈક્ષણિક/ સામજિક સંસ્થાઓએ દિન-૫ માં જિલ્લા રોજગાર કચેરી મોરબીનો સંપર્ક કરવા જિલ્લા રોજગાર અધિકારી મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.




Latest News