મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં અમરનગર, રોટરીગ્રામ (અ.), શકિતનગરની શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો


SHARE









મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં અમરનગર, રોટરીગ્રામ (અ.), શકિતનગરની શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો

રાજ્યમાં ત્રણ દિવસ સુધી સરકારી શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરેલ છે. ત્યારે મોરબીના તા: ૨૭/૬ ના રોજ અમરનગર, રોટરીગ્રામ (અ.), શકિતનગર ગામે ત્રણેય શાળાના સંયુક્ત કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, અધિક સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એચ.કે. વઢવાણીયા અને પાણી પુરવઠા વિભાગના દાણીદારીયા, બંને  ગ્રામપંચાયત અમરનગર, શકિતનગરના સરપંચ, SMC સમિતિની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામલોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. અને આંગણવાડી, બાલવાટિકા તેમજ ધો. ૧ માં ૫૧ બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ તકે વેન્ટો ગ્રુપના સંજયભાઈ કોટડીયા તેમજ સ્વર્ગસ્થ સુંદરજીભાઈ ભુરાભાઈ પાડલીયાના સ્મરણાર્થે પુત્ર નરેન્દ્રભાઇ અને પુત્રવધુ અલ્કાબેન તરફથી રોટરીગ્રામ (અ.) પ્રા. શાળાના ૭૦ બાળકોને એક એક જોડી યુનિફોર્મ આપવામાં આવેલ છે જેથી દાતાનુ અધિકારી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમ શાળાના આચાર્ય મણિલાલ વી. સરડવાએ જણાવ્યુ છે.




Latest News