મોરબીના પાનેલી ગામે થયેલ મારામારીના ગુનામાં બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ
મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન
SHARE









મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન
મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ પાટીદાર ટાઉનશીપ નજીક 'ભગવત ગીતાથી આનંદ પ્રાપ્તિ' વિષય અંતર્ગત આવતીકાલ તા.૫ ને શુક્રવારના રોજ સાંજના પાંચ થી સાત સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં આવેલ શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબા ખાતે આ પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં GIVE ના ફાઉન્ડર ચેરમેન ડો.વૃંદાવનચંદ્ર દાસ ઉપસ્થિત રહીને ‘ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય ઉપર પ્રવચન આપશે.આ સત્સંગ સભામાં બાળભકત એવા ભક્ત ભાગવત ઉપસ્થિત રહેશે.કાર્યક્રમમાં ગીતા ઉપદેશ, સંકિર્તન સાથે મનને મુંજવાતા પ્રશ્નોના સમાધાન સહિતના સેશનનું આયોજન કરવામાં આવેલ હોય નિઃશુલ્ક સતસંગમાં સર્વેને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ હોય મોરબીવાસીઓને આ સતસંગનો લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.
