મોરબીમાં સસ્તી દારૂને મોંઘી બનાવવાના કારસ્તાનમાં એક આરોપીની ધરપકડ
મોરબીના પાનેલી ગામે થયેલ મારામારીના ગુનામાં બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ
SHARE









મોરબીના પાનેલી ગામે થયેલ મારામારીના ગુનામાં બે મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ
મોરબીના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં શેરીમાં કચરો વાળવા અને પોદળો નાખવા બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને પાડોશમાં રહેતા બે પરિવાર વચ્ચે મારામારી થઈ હતી જેની બંને પક્ષેથી ફરિયાદ નોંધાયેલ હતી જે પૈકીની એક ફરિયાદમાં બે મહિલા સહિત ચાર આરોપીઓને પકડવામાં આવેલ છે
મોરબીના પાનેલી ગામે ગોપાલ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ શાંતિલાલ કંઝારીયાએ સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા, ધરમશીભાઈ ભાણજીભાઈ કંઝારીયા, નિશાબેન સહદેવભાઈ કંઝારીયા અને નિમુબેન ધરમશીભાઈ કંઝારીયાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીના બા ગૌરીબેન સાથે નિમુબેન ધરમશીભાઈ અને તેના ઘરના બીજા મહિલાઓએ મકાનની પાછળની શેરીમાં કચરો વાળવા તથા પોદળા લેવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ફરિયાદી તથા સાહેદ આરોપીઓને તે બાબતે સમજાવવા માટે જતા તેઓને સારું લાગ્યું ન હતું અને ધરમશીભાઈએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માથા અને હાથમાં માર માર્યો હતો તેમજ તેના બા ને નિમુબેન સહદેવભાઈ અને નિમુબેન ધરમશીભાઈએ લાકડી વડે ભાર મારીને ઇજા કરી હતી તો સહદેવ ભાઈએ ફરિયાદીના ભાઈ જયેશને લોખંડની કુહાડીથી માથામાં માર મારી ફેકચર જેવી ઇજા કરી હતી અને છૂટા પથ્થરના ઘા કરીને ગાળો આપી હતી જે ગુનામાં પોલીસે સહદેવભાઈ ભાણજીભાઈ કંઝારીયા (37), ધરમશીભાઈ ભાણજીભાઈ કંઝારીયા (40), નિશાબેન સહદેવભાઈ કંઝારીયા (36) અને નિમુબેન ધરમશીભાઈ કંઝારીયા (40)ની ધરપકડ કરેલ છે.
