મોરબીમાં કાલે 'ભગવત ગીતાથી આનંદની પ્રાપ્તિ’ વિષય અંતર્ગત સતસંગ સભાનું આયોજન
મોરબીમાં તા.૭ ના રોજ નિઃશુલ્ક એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર-વિશ્વ વસ્તી દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે
SHARE









મોરબીમાં તા.૭ ના રોજ નિઃશુલ્ક એક્યુપ્રેસર પદ્ધતિથી સારવાર, વિશ્વ વસ્તી દિવસ નિમિતે સ્પર્ધા યોજાશે
મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે આગામી તા.૭ જુલાઈને રવિવારે સવારે ૯ થી ૧૧ સુધી વિનામૂલ્યે એક્યુપ્રેસરની પદ્ધતિથી શરીરના કોઈપણ જાતના દુઃખાવાની સારવાર કરવામાં આવશે.કેમ્પમાં મોર્નિંગ વોકીંગ ગૃપવાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.તેમજ લોહાણા અગ્રણી હરીશભાઈ રાજાના જન્મ દિવસ નિમિતે જલારામ મંદિર ખાતે પણ તા.૭ ના રોજ સાંજે ૪:૩૦ થી ૬:૩૦ વાગ્યા સુધી ઇશ્વરભાઈ મોટકા દ્વારા એક્યુપ્રેશરની પદ્ધતિથી દુઃખાવાની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે તેનો લાભ લેવા યાદીમાં જણાવાયેલ છે.
૧૧ જુલાઈ વિશ્વ વસ્તી દિવસ અનુસંધાને વક્તૃત્વ સ્પર્ધા યોજાશે
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા માન્ય "આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ દ્રારા મોરબી ખાતે તા.૧૧-૭ વિશ્વ વસ્તી દિવસ અનુસંધાને "વસ્તી વધારો એક, સમસ્યાઓ અનેક" એ વિષય પર કેટેગરી મુજબ સમય મર્યાદામાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વમાં વસ્તી વધારાનું આ પ્રચૂડ પુર તેની સાથે બેરોજગારી, ગરીબી, પ્રદુષણ, કુપોષણ, જીવન જરૂરી વસ્તુઓની અછત વિગેરે જેવી અનેક સમસ્યાઓ અનેક પ્રશ્નો સાથે લઈ આવે છે.અન્ય સાઇડ ઇફેક્ટમાં બેકારી, બેરોજગારી અને ગરીબીને પરિણામે ગુનાખોરી, ચોરી, આપરાધિક સમશ્યાઓ સાથે સમાજમાં મોટાપાયે અરાજકતા ફેલાઈ જાય છે.આ વક્તુત્વ સ્પર્ધા માં ભાગ લેવા અને યોગ્ય વ્યવસ્થા માટે એલ.એમ.ભટ્ટ અથવા દિપેનભાઈ ભટ્ટના મોબાઇલ નંબર ૯૮૨૪૯ ૧૨૨૩૦ અથ ૯૭૨૭૯ ૮૬૩૮૬ પૈકી એક નંબર ઉપરથી કેટેગરી મુજબ નિયમ-સમય જાણી તે મુજબ સ્પર્ધકનું નામ, ધોરણ, વ્યવસાય, સ્કૂલ, કોલેજ, સંસ્થા, ગામ, અનુકુળ સમય લખીને મોકલી આપવાના રહેશે.સ્પર્ધા "આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી.સી.ટેક. હાઈસ્કૂલ ખાતે તા.૧૧-૭ ના સવારે ૧૦ થી ૪ માં યોજાશે.
