મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના નીચી માંડલ ગામ પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો, બે બુ઼લેગરોના નામ ખુલતા તપાસ શરૂ


SHARE













મોરબીના નીચી માંડલ ગામ પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો, બે બુ઼લેગરોના નામ ખુલતા તપાસ શરૂ

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામની સીમમાં આવેલ ચેમ્બરમાં ટ્રાન્સપોર્ટની ઓફિસમાં રેડ કરવામાં આવી હતી.ત્યારે ત્યાંથી 22 બોટલ દારૂ મળી આવ્યો હતો અને તેની સાથે એક શખ્સ મળી આવતા તેની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં બે બુટલેગરોના નામ સામે આવતા હાલ ત્રણેયની સામે ગુનો નોંધીને આગળના તણાવાણા ઉકેલવા માટે પોલીસ દ્વારા આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે એલસીડીનો સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો.તે દરમિયાનમાં સ્ટાફના માણસોને મળેલ બાતમીને આધારે એલસીબીના સ્ટાફે મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલા પરિશ્રમ ચેમ્બરમાં આવેલ નાગરાજ ટ્રાન્સપોર્ટ નામની ઓફિસની અંદર રેડ કરી હતી.ત્યારે ત્યાંથી 22 બોટલ દારૂ મળી આવતા રૂપિયા 6600 ની કિંમતના દારૂના જથ્થા સાથે હાલમાં સ્થળ ઉપરથી મળી આવેલ રવિ મોહનભાઈ ગોસ્વામી જાતે બાવાજી (29) રહે.માથક શિવપુર જાપાવાળી શેરી તા.હળવદ જી.મોરબી વાળાને હસ્તગત કરવામાં આવ્યો હતો અને તેની પૂછપરછમાં ખુમાનસિંહ ઉર્ફે ડીકે ભૂપતિસિંહ ડાભી રહે.માથક તા.હળવદ અને ચિરાગ પટેલ રહે.મોરબી વાળાઓના નામ સામે આવતા હાલ ત્રણેયની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એકટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.હાલમાં ખુમાનસિંહ ઉર્ફે ડીકે ભૂપતિસિંહ ડાભી રહે.માથક અને ચિરાગ પટેલ રહે.મોરબીની શોધખોળ શરૂ કરાયેલ છે.જેની આગળની તપાસ એલસીબી સ્ટાફના એસ.એલ.ઝાલા ચલાવી રહ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતના બનાવમાં ઇજા

મોરબીના છાત્રાલય રોડ ઉપરથી બાઇક લઈને જતા સમયે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં આધેડને ઈજાઓ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરની બાજુના ઓમ પાર્ક વિસ્તારમાં રહેતા વસંતભાઈ વનમાળીભાઈ સરસાવાડીયા નામના 55 વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા.ત્યારે છાત્રાલય રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજા પામ્યા હતા જેથી સારવારમાં ખસેડાયા હતા.બનાવને પગલે સ્ટાફના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બાબતે આગળની તપાસ કરવામાં આવી હતી.

મારામારીના બનાવમાં ઘવાયેલ બે યુવાનો સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન સોસાયટી નજીક મારામારીનો બનાવ બન્યો હતો.આ બનાવમાં યસ મહેશભાઈ ગોહિલ (ઉમર 18) રહે.શાંતિવન સોસાયટી તેમજ મયુર બાબુભાઈ પરમાર (ઉમર 22) રહે.રણછોડનગર વાળાઓને મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતેથી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા હાલ સ્ટાફના પ્રફુલભાઈ પરમાર દ્વારા મારામારી બાબતે નોંધ કરીને મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News