મોરબી નજીક અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર
SHARE






મોરબી નજીક અજાણ્યા યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલા બે આરોપીના રિમાન્ડ મંજૂર
મોરબીના ભરતનગર ગામ પાસે રોયલ વે બ્રિજ પાસે અજાણ્યા યુવાનને ચોર સમજીને પકડવામાં આવ્યો હતો. અને માર માર્યો હતો જે યુવાનનું સારવારમાં મોત નીપજયું હતું જેથી બનાવ હત્યામાં પલટાયો હતો અને મોરબી તાલુકા પોલીસે હત્યાના આ ગુનામાં બે આરોપીને પકડ્યા છે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
મોરબીના ભરતનગર ગામ પાસે થોડા દિવસો પહેલા રાત્રિના સમયે આંટાફેરા મારતા એક શખ્સને સ્થાનિક લોકોએ ચોર સમજીને પકડ્યો હતો અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો દરમ્યાન તે યુવાને ભગવાનો પ્રયાસ કર્યો હતો તેવામાં પોલીસે ત્યાં આવી હતી અને તે યુવાનને માથામાં ઇજા થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા. અને ત્યાં સારવાર દરમિયાન તેને અજાણ્યા યુવાનનું મોત નીપજયું હતું. જેથી બનાવ હત્યામાં પલટયો હતો અને પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં આરોપી આનંદ વિઠ્ઠલભાઈ ભૂવા રહે. ભરતનગર અને ગુજારીયાભાઈ વેલજિયાભાઈ અસ્તિયા રહે. મૂળ એમપી હાલ ભરતનગર વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. બીજી બાજુ મૃતક યુવાનની ઓળખ મળી નથી જેથી તેની ઓળખ મેળવવા માટેની તજવીજ તાલુકા પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.


