મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

સાવધાન: મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાંથી પકડાઇ નકલી દારૂની મિનિ ફેકટરી, 2.79 ના મુદામાલ સાથે પકડાયા, પાંચની શોધખોળ  


SHARE

સાવધાન: મોરબી જિલ્લાના દેવગઢ ગામે ઘરમાંથી પકડાઇ નકલી દારૂની મિનિ ફેકટરી, 2.79 ના મુદામાલ સાથે પકડાયા, પાંચની શોધખોળ

મોરબી જીલ્લામાં દારૂના બંધણીઓની ચિંતામાં વધારો કરે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જેથીમાં મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાનાં દેવગઢ ગામે ઘરમાં દારૂની રેડ કરી હતી જેમાં ઘરની અંદર નકલી દારૂની મિનિ ફેક્ટરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે જેથી કરીને પોલીસે દારૂ ભરેલી બોટલો, ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા તેમજ બનાવટી દારૂનું 450 લિટર પ્રવાહી કબજે કરીને બે આરોપીને પકડ્યા છે અને અગાઉ પકડાયેલા અને પકડવાના બાકી બુટલેગરોના નામ પણ આ ગોરખધંધામાં સામે આવ્યા છે જેથી પોલીસે કુલ મળીને આઠ શખ્સોની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબી જીલ્લામાં નશીલ પદાર્થનું વેચાણ બેફામ રીતે કરવામાં આવી રહ્યું છે ત્યારે નશાના બંધાણીઑ દ્વારા અસલી છે કે નકલી તે જોયા વગર દારૂ સહિતના નશા માટે જે વસ્તુ હાથમાં આવે તે પી લેતા હોય છે તેવામાં થોડા સમય પહેલા મોરબી એલસીબીની ટીમે રફાળેશ્વર ગામે આવેલ કારખાનાં રેડ કરીને નકલી દારૂની ફેક્ટરી પકડી હતી ત્યાર બાદ મોરબી જીલ્લામાં એસએમસી દ્વારા રેડ કરીને દારૂનું લાલપર પાસેથી ગોડાઉન પકડવામાં આવ્યું હતું અને હાલમાં મોરબી એલસીબીની ટીમે મોરબી જિલ્લામાંથી વધુ એક નકલી દારૂની મિનિ ફેક્ટરી પકડી છે.

હાલમાં માળીયા મિયાણા તાલુકાના દેવગઢ ગામે જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટાના રહેણાક મકાનમાં દારૂ હોવાની બાતમી મળી હતી જેના આધારે ત્યાં એલસીબીની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી મેકડોવેલ્સ દારૂની 12 બોટલ, બ્લેક એન્ડ વ્હાઈટ વ્હીસ્કીની 4 બોટલ અને તૈયાર બનાવટી ઈંગ્લીશ દારૂની 450 લીટર પ્રવાહી, દારૂની ખાલી બોટલો, અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર અને ઢાંકણા વિગેરે મળી 2,79,705 નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે જેથી પોલીસે સ્થળ ઉપરથી જયરાજ જીવણભાઈ સવસેટા અને જયદીપ જીવણભાઈ સવસેટા રહે બંને દેવગઢ વાળાની ધરપકડ કરી છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં  આ ગોરખધંધામાં કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયા, અલ્તાફ ઉર્ફે રાજા સોકત ખોડ, ચિરાગ ઉર્ફે લક્કીસિંગ દરબાર, સાજીદ ઉર્ફે સાજ્લો લાધાણી અને લાલો સથવારો રહે. બધા મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી પોલીસે બધાની સામે ગુનો નોંધીને બાકીના આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે.

અત્રે ઉલેખનીય છે કે, રણછોડનગરમાં આવી જ રીતે સસ્તી ઇંગ્લીશ દારૂની બોટલોમાંથી બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની બોટલો બનાવી વેચવાનુ કારસ્તાન અગાઉ ઝડપાયું હતું અને તે ગુનામાં મુખ્ય આરોપીને પકડવાનો બાકી છે જો કે, બ્રાન્ડેડ ઇંગ્લીશ દારૂની ખાલી બોટલો આપનારા કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડીયાને પોલીસે પકડ્યો હતો જેની પૂછપરછમાંથી આ નકલી દારૂની મિનિ ફેક્ટરીની કડી સામે આવી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તે આરોપીઓ જાણતા હતા કે સસ્તી દારૂની બોટલમાંથી દારૂ કાઢીને અન્ય ખાલી બોટલમાં તે ભરી દેતા હતા અને અલગ અલગ કંપનીના ડુપ્લીકેટ સ્ટીકર, ઢાંકણા ખાલી બોટલનો ઉપયોગ કરતાં હતા. જેથી આ નકલીના કારોબારના મૂળ સુધી જવા માટે પોલીસે કમર કસી છે.
Latest News