મોરબીમાં ધીમેધીમે કરતાં 142 સિરામિક એકમો નેચરલ ગેસ આધારે ધમધમતા થયા: મે માહિનામાં પણ ગેસનો ભાવ ઊંચો રહે તેવા સંકેત મોરબી જીલ્લામાં ચૂંટણી માટે ઉમેદવારી કરનારા ભાજપના નારાજ આગેવાનો, કોંગ્રેસ અને આપના ઉમેદવારો સહિત કુલ 33 એ ફોર્મ પાછા ખેંચ્યા મોરબીમાં ચૂંટણી ઇફેક્ટ : દારૂના ગુનામાં સંડોવાયેલા બે શખ્સો પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં સાઈબર કેશના આરોપીઓનો જામીન પર છુટકારો મોરબીમાં વધુ એક જમીન કૌભાંડ: ખોટા આધાર, પાન અને ચૂંટણી કાર્ડ તેમજ ખોટું નામ ધારણ કરીને પારકી જમીનનો સોદો કરાવી યુવાન પાસેથી રૂપિયા પડાવ્યા ! મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકે ટોલ ટેક્સ ભર્યા વગર ગાડી પસાર કરીને સ્ટાફને ફડાકા મારીને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો મોરબીના અમરનગર ગામે ઓરડીમાંથી 72 બોટલ દારૂ ઝડપાયો: માળીયાના નવગામ પાસેથી 1200 લિટર આથો ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા લોહાણા અગ્રણી હરીશભાઈ રાજા


SHARE













મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતા લોહાણા અગ્રણી હરીશભાઈ રાજા

વિવિધ પ્રકારની માનવસેવા કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે.ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી, શ્રી લોહાણા મહાજન-મોરબીના ખજાનચી, શ્રી રઘુવીરસેના સાર્વજનિક ટ્રસ્ટના ટ્રસ્ટી હરીશભાઈ રાજાએ તેમના જન્મદીનની ઉજવણી  સદાવ્રતમા મહાપ્રસાદ યોજી  કરી હતી.આ તકે તેઓએ સહપરિવાર ઉપસ્થિત રહી પોતાના હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.હાલના સમયે લોકો પોતાના જન્મદીનની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ રાજાએ સેવા કાર્યમા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, નીરવભાઈ હાલાણી, કીશોરભાઈ ઘેલાણી, અનિલભાઈ ગોવાણી, વિપુલભાઈ પંડિત, હિતેશભાઈ જાની,સંજયભાઈ હીરાણી, સુનિલભાઈ પુજારા, મનિષભાઈ પટેલ, પપ્પુભાઈ ચંડીભમર, દીનેશભાઈ સોલંકી સહીતના અગ્રણીઓએ અભિનંદન સહ જન્મદીનની શુભકામના પાઠવી હતી






Latest News