અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વીજ શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત


SHARE









વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વીજ શોર્ટ લાગતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ગટરની સફાઈ કામ દરમિયાન એસીના કમ્પ્રેસરને અડી જતા યુવાનને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

મૂળ ઝારખંડનો રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇન ડિઝાઇન સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો રેગોભાઈ સીદીલભાઈ સવાઈયા (30) કારખાનામાં ગત તા. 11/7 ના રાત્રે 9:30 વાગ્યાના અરસામાં ગ્લેઝની ગટર સફાઈ કરતો હતો ત્યારે બાજુમાં એસી કમ્પ્રેસરને અડી જતા તેને વીજ શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનો ગઈકાલે સાંજે 5:30 વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 375 ની કિંમતની દારૂની બોટલ સાથે ગોરધનભાઈ પભાભાઈ બાવળીયા જાતે કોળી (32) રહે. સિરામિક સિટી એ-2 બ્લોક નં. 401 મોરબી મૂળ રહે. મોટા કાંધાસર તાલુકો ચોટીલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળી કાર્યવાહી હાથ ધરી છે




Latest News