મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની હરિઓમ પાર્ક સોસાયટીમાં પાર્કિંગમાં 60 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ, બુટલેગરની શોધખોળ


SHARE







મોરબીની હરિઓમ પાર્ક સોસાયટીમાં પાર્કિંગમાં 60 બોટલ દારૂ ભરેલ ઇકો ગાડી ઝડપાઇ, બુટલેગરની શોધખોળ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીમાં પાર્કિંગમાં પડેલ કારમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં કારને ચેક કરી હતી. ત્યારે કારમાંથી દારૂની 60 બોટલો મળી આવી હતી જેથી દારૂ અને કાર મળીને પોલીસે 3.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે, આરોપી હાજર ન હોવાથી કારના ચાલક સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના હળવદ રોડ ઉપર આવેલ હરિઓમ પાર્ક સોસાયટીના પાર્કિંગમાં પડેલ ઇકોગાડી નંબર જીજે 12 ડીએસ 2930 માં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેથી કરીને પોલીસે ત્યાં સ્થળ ઉપર જઈને ગાડીને ચેક કરી હતી ત્યારે ગાડીમાંથી દારૂની 60 બોટલો મળી આવતા 21,000 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને 3.21 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જોકે, કારનો ચાલક ત્યાં હાજર ન હોવાથી તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વરલી જુગાર

વાંકાનેરની મિલ સોસાયટી પાસે ગેબી પાનની સામેના ભાગમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી. ત્યારે વરલી જુગારના આંકડા લેતા ક્રિપાલસિંહ બાબુભા જાડેજા જાતે દરબાર (38) રહે. મિલ કોલોની રેલવે સ્ટેશન રોડ વાંકાનેર વાળો મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 10,660 રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News