મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બેરોજગારી ભથ્થું-આર્થિક સહાયતા આપે તો ગુજરતમાં કેમ નહીં ?: પંકજ રાણસરિયા


SHARE









મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બેરોજગારી ભથ્થું-આર્થિક સહાયતા આપે તો ગુજરતમાં કેમ નહીં ?: પંકજ રાણસરિયા

ગત વિધાનસભાની ચૂંટણી વખતે આપ દ્વારા જે યોજનાઓ લાવવાની વાત કરવામાં આવી હતી તેવી જ યોજનાઓએ આજે ભાજપ શાસિત બીજા ત્રણ રાજ્યમાં અમલમાં છે તો પણ ભાજપના એક પણ નેતા તેને રેવડી કેમ કહેતા નથી તેઓ અણીદાર સવાલ મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજ રાણસરિયાએ કરેલ છે અને ગુજરાતનાં યુવાનો અને મહિલાઓને પણ બેરોજગારી ભથ્થું અને આર્થિક સહાયતા આપવામાં આવે તેવી માંગ કરી છે.

મોરબી આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજ રાણસરિયાએ ગુજરાત સરકારને કેટલાક અણીદાર સવાલો કરેલ છે જેમાં મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે યુવાનો માટે લાડલા સ્કીમ શરૂ કરી તો ગુજરાતમાં કેમ નહિ?, (મહારાષ્ટ્રની ભાજપ સરકારની લાડલા યોજના અંતર્ગત ધો. 12 પાસને 6000, ડિપ્લોમા કરેલ વ્યક્તિને 8000 અને દરેક ગ્રેજ્યુએટને 10000 રૂપિયા પ્રતિ માસ ચૂકવવામાં આવશે), અગાઉ મહારાષ્ટ્ર સરકારે 21 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી., મધ્યપ્રદેશમાં ભાજપ સરકાર લાડલી યોજના હેઠળ મહિલાઓને દર મહિને 1200 થી 3000 સુધીની સહાય આપે છે., રાજસ્થાનમાં ભાજપ સરકાર 450  રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે. 

વધુમાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં યુવાનોને બેરોજગારી ભથ્થું, મહિલાઓને સન્માન રાશિ આપવાની વાત કરી ત્યારે ભાજપના નેતાઓએ આ યોજનાઓને રેવડી કહીને ગુજરાતના લોકોનું અપમાન કર્યું હતું. અને ભાજપને ગુજરાતમાં લોકોએ 30 વર્ષથી ખોબલેને ખોબલે વોટ આપ્યા તો શા માટે ભાજપને ગુજરાતના યુવાનો અને મહિલાઓ પ્રત્યે કોઈ લાગણી નથી? હાલમાં પંકજ રાણસરિયાએ ગુજરાતની માતા બહેન દીકરીઓને દર મહિને મિનિમમ 1500 થી 3000 રૂપિયા ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે. તેમજ મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે યુવાનો લાડલા યોજના અમલમાં મૂકી છે.

આવી જ યોજના ગુજરાતમાં પણ અમલમાં મૂકવાની માંગ કરી છે. અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર લોકોને લાડલા યોજના હેઠળ પૈસા આપે છે તો શું ગુજરાતની ભાજપ સરકાર તે યોજનાઓને રેવડી કહેશે ? અને આ બાબતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલએ ખુલાસો કરવો જોઈએ કે ગુજરાતના લોકોને બેરોજગારી ભથ્થું અને આર્થિક સહાયતા આપવા માંગે છે કે નહીં? અને જો ન આપવા માંગતા હોય તો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર જે પૈસા આપી રહી છે શું રેવડી છે કે નહિ ? સ્પષ્ટતા કરવી જોઈએ.




Latest News