વાંકાનેર એસટી ડેપોની મુલાકાત લેતા રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા મોરબીની પી.જી.પટેલ કોલેજમાં મેનેજમેન્ટ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ માટે ઓરીયેન્ટેન્સન સેમિનાર યોજાયુ મોરબી: રીક્ષામાં જતી યુવતીને માથામાં પથ્થર લાગતા ઇજા ટેમ્પરરી રેડ ઝોન; મોરબી જિલ્લામા ૩૧ જુલાઈ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ જુલાઈએ યોજાશે: વરિષ્ઠ નાગરીકોના આયુષ્માન કાર્ડ બનાવવા ખાસ ડ્રાઈવ મોરબી: પી.એમ.કિસાન યોજનાનો લાભ મેળવતા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરવાવું ફરજિયાત વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબી શહેરની મોટાભાગની સ્કૂલોમાં આજથી જ બેગલેસ ડે ની અમલવારી શરૂ: યોગ, કસરત, સંગીત, ચિત્ર તરફ બાળકોને વાળવાનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં જીવનનો અંત આણવા નીકળેલી સગર્ભા મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી


SHARE

















મોરબીમાં આપઘાત કરવા નીકળેલી સગર્ભા મહિલાને 181 મહિલા હેલ્પલાઇનની ટીમે બચાવી

મોરબીમાં એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન કરવામાં આવ્યો હતો કે, એક મહિલા અહીંયા રસ્તામાં ઉભા છે અને ઘરેથી નીકળી ગયેલ છે તેવું જણાવે છે અને આપઘાત કરવાનું જણાવે છે. જેથી કરીને 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન, પાયલોટ પ્રદીપભાઈ તે મહિલા પાસે ગઈ હતી અને મહિલાને સાંત્વના આપી સરળતાપૂર્વક કાઉન્સલિંગ કર્યું હતું

ત્યારે મહિલાએ જણાવ્યુ હતું કે, તેના આ બીજા લગ્નને  એક વર્ષ થયેલ છે અને હાલ ચાર મહિનાનો ગર્ભ છે તેના પતિ ભેગા અલગ રહેતા હોય તેમના પતિ તેમને શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી તેઓ ઘરેથી નીકળી ગયેલ છે. અને આપઘાતના વિચારો કરતા હતા ત્યારબાદ 181 ટીમ દ્વારા મહિલાને આશ્વાસન આપવામાં આવેલ તેમજ આવી રીતે ક્યારેય પણ આપઘાત ન કરવા અને ઘરેથી ન નીકળવા માટે સલાહ સુચન માર્ગદર્શન અને કાયદાકીય માહિતી આપવામાં આવી હતી.

ત્યારબાદ તેમના જણાવેલ સરનામે જઈ તેના પતિનું કાઉન્સિલિંગ કરતા  તેમના પતિએ જણાવેલ કે તેઓ તેમના પત્ની ભેગા અલગ રહેતા હોય તેમના પિતા ઓફ થઈ ગયેલ છે તેમના માતા એકલા હોય તેમના પત્ની તેમને તેમની માતા પાસે જવાની ના પડે છે. અને જાય તો તેમની જોડે ઝઘડો કરે છે. અને આપઘાત કરવાની ધમકી આપે છે જેથી કરીને દંપતીને સમજવ્યું હતું અને પતિને પત્નીનું ધ્યાન રાખવા માટે જણાવ્યુ હતું.




Latest News