મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

મોરબીના સીરામીક કારખાનામાંથી ૧૦ લાખની કિંમતના પાંચ હેડની ચોરી કરનારા બે શખ્સને એલસીબીએ દબોચ્યા


SHARE













મોરબીના સીરામીક કારખાનામાંથી ૧૦ લાખની કિંમતના પાંચ હેડની ચોરી કરનારા બે શખ્સને એલસીબીએ દબોચ્યા

મોરબી તાલુકાના ભડિયાદ રોડે આવેલ સીરામીક કારખાનામાં કામ કરતાં કર્મચારી સહિતના બે શખ્સ દ્વારા ડીઝીટલ મશીનના ડાયમેટીક્ષ કંપીનીના પાંચ હેડની ચોરી કરવામાં આવી હતી જે શોરી કરેલા ડીઝીટલ મશીનના હેડ સાથે બે શખ્સને મોરબી જિલ્લા એલસીબીની ટીમે હાલમાં બે શખ્સને દબોચી લીધેલ છે. અને ૧૦,૦૦,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે એલસીબીના સુરેશભાઇ હુંબલ, ભગીરથસિંહ એસ.ઝાલા, વિક્રમભાઇ કુગશીયા તથા ભાવેશભાઇ મિયાત્રાને મળેલ બાતમી આધારે સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં પ્રિન્ટીંગ માટેના ડીઝીટલ મશીનમાં વપરાતા ચોરી કરેલ પાંચ હેડ થેલીમાં રાખીને વેચવા માટે નીકળેલા બે શખ્સને મોરબી-વાંકાનેર હાઇવે રોડે લાલપર નજીક સંતકુપા હોટલ પાસેથી ઝડપી લીધા હતા.

જે બે શખ્સને પકડવામાં આવ્યા છે તેમાં સચીનકુમાર મહેશભાઈ વાળા (૨૪) રહે.હાલ આનંદનગર શેરી નં-૩ સામાકાંઠે મોરબી મૂળ કડવાસન તાલુકો કોડીનાર જી.ગીર સોમનાથ અને વિશ્વજીત દિનેશભાઇ મોરી (૨૪) રહે. ગુ.હાઉસીંગ બોર્ડ, સામાકાંઠે મોરબી મુળ રહે. દેવરી તાલુકો કોડીનાર જી. ગીર સોમનાથ વાળાનો સમાવેશ થાય છે.આ બંને શખ્સની પાસેથી ડીઝીટલ મશીનના ડાયમેટીક્ષ કંપનીના પાંચ હેડ તેની પાસેથી મળી આવ્યા હતા.જેથી કરીને ૧૦ લાખની કિંમતના હેડ કબજે કર્યા હતા.

આ બંને શખ્સની પુછપરછ કરતા તેને આ હેડ મોરબીના ભડિયાદ રોડે આવેલ મિલેનિયમ સીરામીક કારખાનાના સ્ટોર રૂમમાંથી અલગ-અલગ તારીખ અને સમયે ચોરી કે છળકપટથી મેળવેલ છે.હાલમાં બંને શખ્સને પોલીસે હસ્તગ કરીને આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.

અત્રે ઉલેખનીય છેકે, વિશ્વજીત દિનેશભાઇ મોરી હાલમાં મિલેનિયમ સીરામીક કારખાનામાં નોકરી કરે છે.આ બનાવમાં પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.

યુવાન સારવારમાં

મોરબીના પીપળીયા ચાર રસ્તાથી આગળ ચાચાવદરડા ગામના પાટીયા પાસેથી રોડ ક્રોસ કરી રહેલા કિશોરભાઈ ગોરધનભાઈ દેવીપુજક (૩૫) નામના યુવાનને અજાણ્યા ટ્રક ચાલકે તેને હેડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં યુવાનને ઇજા થઈ હોવાથી ઇજા પામેલા યુવાનને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News