મોરબીના ઊંચી માંડલ નજીક કારખાના બહારના વોકળામાંથી યુવાનની લાશ મળી: મૃતકની ઓળખ મેળવવા તજવીજ નરેન્દ્ર મોદી @75: મોરબીમાં મેદસ્વિતામાંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં શિક્ષણના લાભાર્થે દ્વિતીય સમુહ લગ્નોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં રેવન્યુ તલાટીની પરીક્ષામાં 51.41 ટકા પરીક્ષાર્થીઓ હાજર રહ્યા મોરબી નવયુગ વિદ્યાલયનો દેવાંગ ડાભીએ જિલ્લા લેવલે ખેલ મહાકુંભની ૨૦૦ મીટર દોડમાં પ્રથમ ક્રમે વિજેતા મોરબી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિજ્ઞાન પ્રદર્શન-આનંદ મેળો યોજાયો મોરબીનો ઉબડ ખાબડ નવલખી રોડ જીવલેણ સાબિત થાય તે પહેલા ખાડા બૂરો, સરપંચોની આગેવાનીમાં કર્યો ચક્કાજામ, 48 કલાકનું આપ્યું અલ્ટિમેટમ મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી
Breaking news
Morbi Today

સિરામિકના વળતાં પાણી !: મોરબીમાં 200 જેટલા કારખાના કાયમી બંધ, 150 શટડાઉન લેવાની તૈયારીમાં, વાર્ષિક ટર્નઓવરમાં 15,000 કરોડનું ગાબડું


SHARE













સિરામિકના વળતાં પાણી !: મોરબીમાં 200 જેટલા કારખાના કાયમી બંધ, 150 શટડાઉન લેવાની તૈયારીમાં, વાર્ષિક ટર્નઓવરમાં 15,000 કરોડનું ગાબડું

મોરબીની આસપાસના વિસ્તારમાં સીરામીકના નાના મોટા 1,000 જેટલા કારખાના આવેલા છે, જેમાંથી છેલ્લા મહિનામાં એક કે બે નહીં પરંતુ 200 જેટલા કારખાના કાયમી બંધ થઈ ગયા છે અને આગામી એકાદ મહિનાની અંદર લગભગ વધુ 150 જેટલા કારખાના શટડાઉન લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે અને દિવસે દિવસે મોરબીના સીરામીક પ્રોડક્ટની માંગમાં ઘટાડો થઈ રહ્યો છે અને ડોમેસ્ટિક તથા ઇન્ટરનેશનલ માર્કેટમાં ભયંકર મંદી હોવાના કારણે સીરામીક ઉત્પાદકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે.

મોરબીને આજની તારીખે ભારતમાં સિરામિકનું હબ ગણવામાં આવે છે જોકે સિરામિક ટાઇલ્સના ઇતિહાસ ઉપર નજર કરીએ તો વર્ષ 1991-92 માં સૌપ્રથમ એસ્ટ્રોન અને અમુલ નામના બે સિરામિકના કારખાના શરૂ થયા હતા. ત્યારે સૌપ્રથમ ટનલ ટેકનોલોજી મારફતે વોલ ટાઇલ્સ બનાવવામાં આવતી હતી. જોકે, ઉદ્યોગમાં ક્રમશઃ ટેકનોલોજીમાં ફેરફાર અને સુધારા આવતા હોય છે તેવી જ રીતે વર્ષ 1998-99 માં રોલર હાર્થ કિલન ટેકનોલોજી આવી હતી. ત્યાર બાદ ઘણા કારખાના શરૂ થવા લાગ્યા હતા. કેમ કે, ત્યારે નવી ટેકનોલોજી સાથે ત્રણથી પાંચ કરોડના ખર્ચે સિરામિક કારખાના શરૂ થઈ જતા હતા. પરંતુ આજની તારીખે અધ્યતન ટેકનોલોજી અને મોંઘવારી સહિતના પરિબળોને કારણે સીરામીકનું એક કારખાનું લગભગ 100 કરોડ રૂપિયાનું રોકાણ કરે ત્યારે કાર્યરત થઈ શકે છે.

વધુમાં માહિતી આપતા મોરબી સિરામિક એસો.ના પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું હતું કે આજની તારીખે મોરબીની આસપાસના વિસ્તારમાં લગભગ 1000 જેટલા સીરામીકના કારખાના આવેલા છે તેમાંથી 200 જેટલા સીરામીકના કારખાના ઉત્પાદકો દ્વારા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. અને હાલમાં જે મંદી અને મોંઘવારીનો માહોલ છે તેની વચ્ચે ઉદ્યોગકારોને ટકવું મુશ્કેલ બની ગયુ છે. અને બીજી બાજુ માલની ડિમાન્ડ ન હોવાથી મોટાભાગના ઉત્પાદકોના ગોડાઉન તૈયાર માલથી છલકાઈ રહ્યા છે જેથી આગામી એકાદ મહિનામાં વધુ 150 જેટલા કારખાનાઓની અંદર શટડાઉન લેવામાં આવે તેવી શક્યતા છે.

પહેલા એક યુનિટમાં માત્ર 600 બોક્સ બનતા, આજે 35,000

મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે, મોરબીમાં સૌપ્રથમ સીરામીકના જે કારખાના કાર્યરત કરવામાં આવ્યા હતા. ત્યારે વર્ષ 1992 માં માત્ર 600 જેટલા વોલ ટાઇલ્સના બોક્સનું ઉત્પાદન એક દિવસમાં એક કારખાનામાં થતું હતું અને ત્યારે સિરામિક ઉત્પાદકોને તેમની પ્રોડક્ટ ઉપર સરેરાશ ૧૦ ટકા કરતાં વધુનો નફો મળતો હતો. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે સિરામિકની માંગ વધવા લાગી હતી અને 1995 માં દૈનિક 2000 જેટલા સિરામિક ટાઇલ્સના બોક્સનું ઉત્પાદન થવા લાગ્યું હતું. અને ત્યાર પછી સિરામિક ઉદ્યોગની ગાડી જાણે કે ટોપ ગિયરમાં હોય તે રીતે એક કારખાનામાં દૈનિક 6,000, 8,000 કે 10,000 જેટલા સીરામીકના બોક્સ તૈયાર થવા લાગ્યા હતા અને જો આજની તારીખે વાત કરીએ તો નવી ટેકનોલોજીવાળા સીરામીક કારખાનાઓમા દૈનિક 35,000 વોલ ટાઇલ્સના બોક્સ બને છે.

મોરબીમાં સિરામિક ઉદ્યોગ કેવી રીતે શરૂ થયો ?

1928ની આસપાસના સમયગાળા રાજશાહીના સમયમાં ચોરીની ઘટનાઓ વધુ બનતી હતી જેથી કરીને લોકોને રોજગારીનું સર્જન થાય તે માટે ત્યારના રાજાએ વડોદરા સ્ટેટ પાસેથી અહીંયા ઉદ્યોગ શરૂ કરવા માટે ત્યાંના ઉદ્યોગકારને બોલાવ્યા હતા ત્યારે અચ્ચુતભાઈ ગણપુલે અને તેના ભાઈ અશોકભાઈ ગણપુલે મોરબીમાં આવ્યા હતા અને ત્યારે વર્ષ 1928 માં પરશુરામ પોટરી નામથી સિરમિકનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. અને મોરબીના લોકો માટે રોજગારીનું સર્જન થયું હતું. ત્યારે માટીને પકડાવીને સિરામિક બનાવવા માટેનો અનુભવ મળવાથી ત્યારે મોરબીમાં નળીયાના 500 જેટલા કારખાનાઓ શરૂ થયા હતા અને અહીના નળિયાની તે સમયે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં મોટા પ્રમાણમાં ડિમાન્ડ રહેતી હતી. ત્યારબાદ વર્ષ 1991 થી મોરબીમાં સિરામિક ઉદ્યોગનો ઉદય થયો હતો

વાર્ષિક ટર્નઓવર છેલ્લા વર્ષોથી ઘટવા લાગ્યું !

મોરબીના સિરામિક એસો.ના માજી પ્રમુખ રાજુભાઈ ધમાસણા સાથે વાત કરતા તમે જણાવ્યું હતું કે, વર્ષ 1996 ની આસપાસમાં જ્યારે મોરબીના સિરામિક ઉદ્યોગનો પ્રારંભિક તબક્કો હતો ત્યારે વાર્ષિક 250 થી 300 કરોડનું ટર્નઓવર હતું. વર્ષ 2006 માં અંદાજે 1500 થી 2000 કરોડનું વાર્ષિકા ટર્નઓવર હતું. મોરબીની ટાઈલ્સની માંગ સતત વધી રહી હતી જેથી વર્ષ 2016 માં અંદાજે વાર્ષિક ટર્નઓવર 30 થી 35 હજાર કરોડે પહોંચી ગયું હતું અને ચાર વર્ષ પહેલાંની વાત કરીએ તો લગભગ 50 હજાર કરોડનું વાર્ષિક ટર્નઓવર હતું અને બે વર્ષ પહેલા વાર્ષિક ટર્નઓવર 60 હજાર કરોડનું હતું જો કે, મંદી, મોંઘવારી, કન્ટેનરના ભાડા સહિતના પરિબળોના લીધે માંગ ઘટી રહી છે જેથી હાલમાં વાર્ષિક ટર્નઓવર ઘટીને 40 થી 45 હજાર કરોડે પહોંચી ગયું છે.

સરકાર કઈ રીતે મોરબીના સિરામિક ઉદ્યોગને બચાવી શકે ?

ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીના સિરામિક ઉદ્યોગમાં નેચરલ ગેસની સપ્લાય કરવામાં આવે છે અને વર્ષ 2006 થી તેની મોનોપોલી હોવાના કારણે અન્ય કોઈ કંપની મોરબીમાં પાઇપલાઇન નેટવર્ક મારફતે ગેસ સપ્લાય કરી શકતી નથી. જેથી મોરબીના ઉદ્યોગકારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, અને અગાઉ મોરબી સિરામિક એસો. દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સુધી રજૂઆતો કરીને મોરબીમાં નેચરલ ગેસની સપ્લાય કરવા માટે થઈને ઓપન સ્પેસ એટલે કે કોઈપણ કંપની મોરબીના સીરામીક ઉદ્યોગકારોને પાઇપલાઇન મારફતે નેચરલ ગેસ આપી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો કે, તેને હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. ! હાલમાં કેન્દ્ર અને ગુજરાત બંનેમાં ભાજપની સરકાર છે તેમ છતાં પણ મોરબીના સીરામીક ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય લેવામાં આવી રહ્યો નથી. !? અને ગેસની સપ્લાઈ માટે ઓપન સ્પેસ આપવામાં આવતી નથી.

કતાર-ઓમાનની કંપનીઓ આજની તારીખે સસ્તો ગેસ સપ્લાય કરવા તૈયાર

મોરબીના સીરામીક ઉદ્યોગકારો પાસેથી જાણવા મળતી પ્રમાણે હાલમાં ગુજરાત ગેસ કંપની દ્વારા મોરબીમાં ગેસની સપ્લાય કરવામાં આવે છે. જોકે જે ભાવથી ગુજરાત ગેસ કંપની દ્વારા આજની તારીખે મોરબીમાં સીરામીક ઉદ્યોગકરોને ગેસની સપ્લાય કરવામાં આવે છે. તેના કરતાં મોરબીના ઉદ્યોગકારોને 20 થી 25%  સસ્તો ગેસ આપવા માટે કતાર અને ઓમાનની કંપનીઓ તૈયાર છે. અને તે દેશની કંપનીઓ તેમનું પોતાનું પાઇપલાઇન નેટવર્ક ઊભું કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને નેચરલ ગેસ સપ્લાય કરવા માટે તૈયારી છે. પરંતુ તેને મોરબીમાં ગેસ સપ્લાય કરવા માટે ઓપન સ્પેસ એટલે કે છૂટ આપવામાં આવતી નથી જેથી કરીને મોરબીના ઉદ્યોગકારોને સસ્તો ગેસ મળતો નથી.

મોટા ઉત્પાદકો સાથે હરીફાઈમાં ટકવું શક્ય ન હતું: દિવ્યેશભાઈ ગોધવિયા
મોરબીના બેલા રોડ ઉપર વર્ષ 2016 માં સેજેંઝા નામથી દિવ્યેશભાઈ બાબુભાઈ ગોધવિયાએ સિરામિક કારખાનું શરૂ કર્યું હતું અને ત્યારે તેઓએ 12 x 18 ની સાઈઝની સિરામિક ટાઇલ્સના દૈનિક 10,000 બોક્સનું પ્રોડક્શન શરૂ કર્યું હતું અને માલની પડતર કિંમત નીચી લાવવા માટે અને વધુ બોક્સનું ઉત્પાદન થાય તે માટે તેઓએ પોતાના કારખાનાની અંદર સીરામીક ટાઇલ્સ બનતી હતી તેની સાઈઝમાં ચેન્જ કરીને 10 x 15 ની સાઈઝની સિરામિક ટાઇલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું અને તેના દૈનિક 12000 બોક્સનું ઉત્પાદન તેમના દ્વારા કરવામાં આવતું હતું જોકે તે સમયે તેજી હોવાના કારણે ધંધો ખૂબ સારો ચાલતો હતો પરંતુ છેલ્લા વર્ષોમાં ક્રમશઃ નવા મોટા ઉત્પાદન વાળા સીરામીક એકમો માર્કેટમાં આવવાના કારણે તેમની સાથે હરીફાઈમાં ટકવું શક્ય ન હતું. જેથી કરીને ચાર મહિના પહેલાથી તેઓએ પોતાનું સિરામિક કારખાનું સદંતર બંધ કરી દીધું છે તેઓના કારખાનાની મશીનરી પણ વેચી નાખેલ છે. અને જીએસપીસીનું નેચરલ ગેસ માટેનું કનેક્શન મેળવ્યું હતું તે કનેક્શન પણ તેઓએ કેન્સલ કરાવી નાખેલ છે.

કારખાનાઓ બંધ થવાથી સરેરાશ 2000 કરતાં વધુ લોકોની રોજગારી ગુમાવી: વિનોદભાઈ અંબાણી
મોરબીના લખધીરપૂર રોડે લીવોલા ગ્રેનેટો નામનું કારખાનું ધારવતા વિનોદભાઈ અંબાણીએ જણાવ્યુ હતું કેછેલ્લા છ એક મહિનાની અંદર ક્રમશઃ અત્યાર સુધીમાં લગભગ 200 જેટલા સિરામિકના કારખાના બંધ થયા છે જેથી સરેરાશ 2000 કરતાં વધુ લોકોની રોજગારી આ કારખાના બંધ થવાના કારણે છીનવાયેલ છે. અને તે પૈકીના અમુક પરિવારો ખેતીવાડીમાં રોજગારી માટે સ્થળાંતરિત થયા છેઅમુક પરિવારોને અન્ય કારખાનામાં રોજગારી ન મળવાના કારણે પોતાના વતનમાં પાછા ગયા છે. જોકે, કેટલાક પરિવારોને બીજા કારખાનામાં રોજગારી મળી ગઈ છે




Latest News