ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ત્રણ સહિત જુગારની પાંચ રેડ: 30 શખ્સો 6.19 લાખથી વધુની રોકડ સાથે પડકાયા


SHARE













મોરબીમાં ત્રણ સહિત જુગારની પાંચ રેડ: 30 શખ્સો 6.19 લાખથી વધુની રોકડ સાથે પડકાયા

મોરબી શહેરમાં જુદી જુદી ત્રણ જગ્યાએ અને તે ઉપરાંત ટંકારા અને માળીયામાં જુગારની કુલ મળીને પાંચ રેડ કરવામાં આવી હતી જેમાં 30 શખ્સોને જુગાર રમતા પકડવામાં આવ્યા છે અને તેની પાસેથી કુલ મળીને પોલીસે 6,19,950 ની કિંમતમાં મુદ્દા માલ કબજે કર્યો છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુના નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

મોરબીના માધાપરમાં મકાનમાં એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિજયભાઈ બાબુભાઈ વીંજવાડીયા, અજયભાઈ શાંતિભાઈ જીંજવાડીયા, લક્ષ્મણભાઈ ગોકલભાઈ ટોટા, શાહરૂખભાઇ ફિરોજભાઈ પઠાણ, જયપાલભાઈ મુળજીભાઈ કુંવરિયા, આરીફભાઈ હુસેનભાઈ ચૌહાણ, અજયભાઈ મનસુખભાઇ વરણિયા અને ઉમેશભાઈ ટીડાભાઈ ગોલતર મળી આવ્યા હતા જેથી તેની પાસેથી પોલીસે 5,34,000 નો મુદામાલ કબજે કરેલ છે અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.

ટંકારામાં આવેલ પ્રભુનગરમાં રહેતા ગીરીશભાઈ ગાંધીના ઘર પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જીગ્નેશભાઈ દિનેશભાઈ કવૈયા, મકબુલભાઈ અમીનભાઇ ચૌધરી, કિર્તીભાઈ ઉર્ફે કેતનભાઇ રમણીકભાઈ શાહ અને ઇલ્યાસભાઈ ઉસ્માનભાઈ મેસણીયા રહે. બધા ટંકારા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસ તેની પાસેથી 23,800 ની રોકડ કબજે કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શોભેશ્વર મંદિરની બાજુમાં આવેલ વાણીયા સોસાયટી પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા મુન્નાભાઈ અમરશીભાઈ કારુ, રવિભાઈ બાબુભાઈ હમીરપરા, પ્રતાપભાઈ નથુભાઈ સાલાણી,  કરણભાઈ નથુભાઈ સાલાણી અને અજયભાઈ નથુભાઈ સાલાણી રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 28 હજાર રૂપિયા રોકડા કબજે કર્યા હતા

આવી જ રીતે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ જીલટોપ સિરામિક કારખાનાની સામે શાંતિવન સોસાયટી પાસે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ચિરાગભાઈ રણજીતભાઈ સનુરા, ધીરજગીરી ભગવાનગીરી ગોસાઈ, ભરતભાઈ વાલજીભાઈ સુરેલા, રવિભાઈ જનકભાઈ રાઠોડ, ધર્મેન્દ્રભાઈ ભાઈલાલભાઈ પરમાર, પ્રશાંતભાઈ હિતેશભાઈ સુથાર અને કિરણભાઈ મહાદેવભાઇ દલવાડી રહે બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 15,400 ની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે સીમ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતાઓની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી અરવિંદભાઈ વીરજીભાઈ ધોરકડિયા, નવઘણભાઈ ચંદુભાઈ અગેચાણીયા, કિશોરભાઈ ખોડાભાઈ ધોરકડિયા, રાજેશભાઈ પ્રેમજીભાઈ ધોરકડિયા, પ્રવીણભાઈ લખમણભાઇ ધોરકડિયા અને પોલજીભાઈ વેરશીભાઈ ધોરકડિયા રહે બધા જૂના ઘાટીલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 17,750 ની રોકડ કબજે કરી હતી.
 






Latest News