મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ટ્રેક્ટરમાં બેસીને અસરગ્રસ્તમાં પહોચ્યા: સ્થાનિક લોકો-ખેડૂતો પાસેથી માહિતી મેળવી


SHARE





























મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ટ્રેક્ટરમાં બેસીને અસરગ્રસ્તમાં પહોચ્યા: સ્થાનિક લોકો-ખેડૂતો પાસેથી માહિતી મેળવી

માળીયા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત દરમિયાન મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ટ્રેક્ટરમાં બેસીને માળીયાના હરીપર ગામની મુલાકાત લીધી હતી. અને ખેતીના નુકશાન બાબતે વીરવિદરકા ગામે ખેડૂતોની સાથે સંવાદ પણ કર્યો હતો.

મોરબી જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે તેમજ વાંકાનેર અને ઉપરવાસના કારણે મચ્છુ નદીના પાણી માળીયા તાલુકાના કેટલાક ગામોમાં ફરી વળ્યા હતા જેના પગલે માળીયા તાલુકાના કેટલાક ગામોમાં રસ્તાઓ પર પાણી ચડતા ગામ સંપર્ક વિહોણા બનતા વાહન વ્યવહાર બંધ થયો છે. માળીયા તાલુકાના લગભગ ૭ જેટલા ગામના રસ્તાઓ પર પાણી ચડી આવ્યું હતું. ત્યારે મંત્રીશ્રી માળિયાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન ટ્રેકટરમાં બેસીને હરીપર ગામની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ હરીપર ગામની પરિસ્થિતિનું તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અને હાલ ગામની પરિસ્થિતિ સહિતની બાબતો જાણી હતી. મંત્રીએ ગ્રામજનો સાથે વાતચીત કરી કોઈપણ પરિસ્થિતિમાં સરકાર તેમની સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન મંત્રીની સાથે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓએ હાજર રહ્યા હતા.

વીરવિદરકા ગામે ખેડૂતો સાથે મંત્રીએ કર્યો સંવાદ


મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ અને મચ્છુ નદીના પૂરના કારણે જિલ્લાના લગભગ વિસ્તારોમાં ખેતરો પાણીમાં ડૂબી ગયા છે જેના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પાકોનું ધોવાણ પણ થયું છે. ત્યારે ખેડૂતોની પરિસ્થિતિ જાણવા તેમજ પળપળ સાચી સ્થિતિ જાણી તેનું મૂલ્યાંકન કરવાના હેતુથી મંત્રીએ માળીયા તાલુકાના વીરવિદરકા ગામની મુલાકાત લઈ ખેડૂતો તેમજ ગ્રામજનો સાથે વિચારવિમર્શ કર્યો હતો. ગ્રામજનો સાથે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સુચના અનુસાર આજ રેડ એલર્ટ હોવાથી અત્યારે જાનમાલની સલામતી અને ઝીરો કેઝ્યુઅલીટી માટે કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદ બંધ થાય અને પાણી ઓસરવા લાગે એટલે તરત જ ખેતી માટે ખેડૂતોના ખેતરો વગેરેનો સર્વે કરવામાં આવશે.

મોટા દહિસરા ગામે મંત્રીએ તળાવમાંથી પાણી નિકાલ માટે કરી તાકીદ

મોરબી જિલ્લાની ગંભીર પરિસ્થિતિ અન્વયે જિલ્લાની સમીક્ષા અર્થે આવેલા જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ માળીયા તાલુકાના મોટા દહિંસરા ગામે પૂરેપૂરા ભરાઈ જઈ જોખમી બનેલા તળાવનું નિરીક્ષણ કરી પરિસ્થિતિની ગંભીરતા જોઈને તાત્કાલિક જિલ્લા કલેક્ટરનો ટેલિફોનીક સંપર્ક કરી યુદ્ધના ધોરણે યોગ્ય કામગીરી કરાવવા માટે સૂચના આપી હતી. અત્રે ઉલેખનીય છે કે, મોટા દહિંસરા ગામે ૫૦૦ વિઘાથી વધુ વિસ્તારમાં ફેલાયેલું તળાવ હાલ છલોછલ ભરાઈ ચૂક્યુ છે. હવે બનતી ત્વરાએ કોઈ પગલાં લેવામાં ન આવે તો તળાવનું પાણી ગામમાં ઘુસી શકે તેવી સંભાવના છે, આ મુલાકાત દરમિયાન મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા હાજર રહ્યા હતા. 

ચાચાપર ગામે નદીમાં સુરક્ષા દિવાલની અટકેલી કામગીરીનું પ્રભારી મંત્રીએ કર્યું નિરીક્ષણ

મોરબી તાલુકાના ચાચાપર ગામે નદીના પટમાં ગામની સલામતી માટે સુરક્ષા દિવાલની કામગીરી અધુરી રહી હોવાના કારણે ત્યાંની સ્થિતિનું પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા નિરીક્ષણ કર્યું હતું. અને ત્યાં વળાંક પાસે બનેલા ઘરનું ધોવાણ અટકાવવા તેમજ ગામની સલામતી અર્થે સરકાર દ્વારા સુરક્ષા દિવાલ મંજૂર કરવામાં આવી હતી. આ દિવાલનું કામ એજન્સીના વાંકે અટકાવી દેવામાં આવ્યું હતું. ત્યારે હાલ ડેમી નદીમાં પુર આવ્યું છે ત્યારે નદીના કાંઠે આવેલા ઘર ધોવાણ થવાની સંભાવના સેવાઈ રહી છે. જેથી મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સ્થળની મુલાકાત લઇ તલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. અને મંત્રીએ દિવાલનું કામ શક્ય તેટલું ઝડપી શરૂ થાય અને ગુણવત્તાયુક્ત કામ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ત્યારે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, અરવિંદભાઈ વાંસદડિયા તેમજ સ્થાનિક અગ્રણીઓ અને ચાચાપર ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
















Latest News