મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં સુપરવાઈઝરે ઠપકો દેતા થીનર પી ગયેલ યુવતી સારવારમાં


SHARE













મોરબી નજીક કારખાનામાં સુપરવાઈઝરે ઠપકો દેતા થીનર પી ગયેલ યુવતી સારવારમાં

મોરબીના રાજકોટ રોડ ઉપર આવેલ ઓરપેટ કારખાનામાં કામ કરતી યુવતીને સુપરવાઇઝર દ્વારા અવારનવાર ઠપકા દેવામાં આવતા હોવાથી તેને લાગી આવતા તે યુવતીએ કારખાનામાં થીનર પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતી ઇશીતાબેન કિશનભાઇ ચૌહાણ (18) નામની યુવતીએ થીનર પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ સદભાવના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇશીતાબેન ચૌહાણ કારખાનામાં કામ કરતા હતા ત્યારે ત્યાં કામ કરતા રાજેશભાઈ નામના સુપરવાઇઝર દ્વારા તેને અવારનવાર ઠપકો દેવામાં આવતો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે પોતે પોતાની જાતે થીનર પી લીધું હતું જે અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

ચોટીલા તાલુકાના થાનગઢ ખાતે રહેતા ઉષાબેન ભાલાભાઈ ચાવડા (43) નામની મહિલાને શ્વાસ અને તાવની બીમારી હોવાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા રેખાબેન લખનભાઈ (35) નામની મહિલાએ ભૂલથી ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેની સારવાર આપીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

વૃદ્ધ સારવારમાં

મોરબીમાં રહેતા હરજીવનભાઈ ઓધવજીભાઈ (73) નામના વૃદ્ધ મોરબીના આલાપ રોડ ઉપરથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી તેમને ઈજા થયેલ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલાએ ફિનાઇલ પીધું

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા સંગીતાબેન હરજીભાઈ ડેડવાણીયા (34) નામની મહિલાએ કોઈ કારણોસર ફીનાઈલ પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને પ્રથમ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.






Latest News