મોરબી નજીક ઘરમાંથી 240 બીયર-20 દારૂની બોટલ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં પહેલા માળેથી નીચે પડતાં ઇજા પામેલ 2 વર્ષના બાળકનું મોત મોરબીથી કબરાઉ સુધી પદયાત્રીઓની કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું લોકાર્પણ કરાયું હળવદ કોયબા રોડ ઉપર ડબલ સવારી બાઇક રોજડા સાથે અથડાતાં વૃદ્ધનું મોત, વૃદ્ધા સારવારમાં લગ્ન પ્રસંગમાં ડીજે-ફટાકડા નહીં, સોનું માત્ર 3 તોલા-ચાંદી 250 ગ્રામ આપવી: વાંકાનેરના ભેરડા ગામે મળેલ સમાજની બેઠકમાં નવું બંધારણ અમલમાં મુકાયું વાંકાનેરના લક્ષ્મીપરામાં પરિણીતા સાથે પ્રેમ લગ્ન કરનારા યુવાનના ભાઈ-ભાભી ઉપર હુમલો: 3 શખ્સોએ ધોકા-પટ્ટા વડે માર માર્યો મોરબીના મકનસર ગામે ઘરના ભો ટાંકામાં ડૂબી જવાથી પરિણીતાનું મોત
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસોસિયેશન સહિતના ડેલીગેશન દ્વારા પોર્ટુગલમાં આયોજિત મિટિંગમાં ચાઇનાની નીતિઓનો વિરોધ કરાયો


SHARE











મોરબી સિરામિક એસોસિયેશન સહિતના ડેલીગેશન દ્વારા પોર્ટુગલમાં આયોજિત મિટિંગમાં ચાઇનાની નીતિઓનો વિરોધ કરાયો

૨૧ નવેમ્બર ના રોજ  પોર્ટુગલમાં ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશનની વર્કીંગ કમિટીની મીટીંગ યોજાયેલ હતી.જેમાં આઇએસઓ ટીસી/૧૮૯ ટાઇલ્સ માટેનુ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇજેશન છે.જેમાં પુરા વિશ્વભરમાંથી ૨૯ દેશ સભ્ય છે.તેમાંથી ૨૧ દેશના ડેલિગેશન આઇએસઓ ટીસી /૧૮૯ ની મીટીંગમાં હાજર રહેલ.આ વર્કિંગ કમીટીની મીટીંગ પોર્ટુગલના ઇલ્હાવો સિટીમાં તા.૨૧ થી ૨૩ નવેમ્બર આયોજીત થયેલ.જેમાં ભારતીય ડેલિગેશનના પ્રતિનિધી તરીકે ચાર મેમ્બર આ મીટીંગમાં હાજરી આપવા ઇલ્હાવો - પોર્ટુગલમાં હાજર રહ્યા હતા.જેમાં પ્રસાંત  યાદવ (સેક્રેટરી બ્યુરો ઓફ ઇન્ડીયન સ્ટાન્ડર્ડ-દિલ્હી), પ્રિજમ જોનસન લિમિડ દેવાસ એમપી), આર એન્ડ ડી હેડ સુદિપ્તો સાહા અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ હરેશ બોપલિયા, જેરામભાઇ કાવર (નેશનલ સેરા લેબ) એ હાજરી આપી હતી.

આ કમિટી મીટીંગમાં ૨૧ નવેમ્બર ૨૦૨૪ ના રોજ ચાઇના તરફથી ઇલાસ્ટીક મોડ્યુલસ ફોર  સબટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજીયાત દાખલ કરવા માંગતા હતા અને આ બાબતની ટેસ્ટ મેથળ રજુ કરેલ હતી.જેમાં ભારતીય ડેલિગેશન તરફથી જોરદાર વિરોધ નોંઘાવેલ હતો અને આ વિરોધ ને ટેકો આપવા  માટે અમેરિકા, ઇટાલિ, બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા અને તર્કીના ડેલિગેશન આગળ આવ્યા હતા અને ધારદાર રજુઆત કરી હતી.ચાઇના સામે ભારતના આ વિરોધની કમિટીના ચેરમેન ડો.સેન્ડર્સ જોહ્ન પી (અમેરિકા) એ નોંધ લઇને ભારતની તરફેણમાં નિર્ણય આપવા માટે આશ્વાશન આપેલ હતુ.આ નિર્ણયની માહીતી મિટીંગની મીનિટ નોંધમાંથી નોંધ પડ્યે નક્કી થશે કે ચેરમેનેશુ ચુકાદો આપ્યો. આ કમિટીમાં ચેરમેનનો ચુકાદો આખરી અને ફાઇનલ હોય છે.આ ટેસ્ટ આવવાથી આપણા મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી બધી નુકસાની જાય તેમ છે.કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવતા માટેની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારતમાં આ સ્ટાન્ડર્ડ  માટેનુંં રો મટીરીયલ અવેલેબલ નથી.જો આ ટેસ્ટ આંતર રાષ્ટ્રિય સ્ટાન્ડર્ડમાં આવે તો આ મુજબની ગુણવતા વાળી ટાઇલ્સ બનાવવા માટે ભારતે બીજા દેશ ઉપર રો-મટીરીયલ્સ માટે આધારીત રહેવુ પડે.આ તકે ચાઇનાની મેલી મુરાદને સમયે પારખીને ભારતીય ડેલિગેશને બિન જરુરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો.




Latest News