મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં ઝેરી સાપ કરડી જતાં યુવાનનું મોત મોરબીના જુના સાદૂળકા ગામ નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી મોરબીમાં ઘરેથી દુકાને વસ્તુ લેવા ગયેલ સગીરાનું અપહરણ વાંકાનેરમાં ઉંદર પકડવાની પ્રતિબંધિત ગ્લુ ટ્રેપનું વેચાણ કરતાં વેપારી ઝડપાયો રાજસ્થાનની જેમ ગુજરાત સરકાર ચાર ગણું વળતર નહીં ચૂકવે તો ખેતરમાં થાંભલા ઉભા કરવા નહીં દઈએ: જેતપર ગામેથી ખેડૂતોની ખુલ્લી ચેતવણી મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો


SHARE







ટંકારાના લુંટના ગુનામાં બે શખ્સનો નિર્દોષ છુટકારો 

ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો નોંધાયેલ હતો જેમાં બે શખ્સની ધરપકડ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીના વકીલની દલીલોને ધ્યાને લઈને બંને શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પોલીસ સ્ટેશન લૂંટનો ગુનો વર્ષ 1998 માં નોંધાયેલ હતો જે ગુનામા મોરબીમા રહેતા ભાવિન શુકલ તથા અમદાવાદના રહીમખાન જમાલખાન નામના બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી અને ટંકારા પોલીસે આરોપીઓની સામે કાર્યવાહી કરી હતી. આ લુટ તથા ધાડનો કેસ કોર્ટમાં ચાલી જતાં તમામ સાહેદો તથા પુરાવાઓ તપાસવામા આવ્યા હતા અને સરકારી વકીલ તથા આરોપીઓના વકીલોની દલીલોને ધ્યાને લઈને મોરબી ડીસ્ટ્રીકટ જજ ડી.પી. મહીડા સાહેબે બંને આરોપીઓને નિદોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો છે આ કામે આરોપી તરફથી મોરબીના વકીલ શ્રીમતી પુષ્પાબેન કે. ભટ્ટ રોકાયેલ હતા.






Latest News