હળવદ માર્કેટયાર્ડ સામે કાર ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત મોરબીના વનાળીયા ગામે ઘર પાસે ગાળો બોલવાની ના કહેતા ભત્રીજાને કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીકિને કરી હત્યા મોરબીના રફાળેશ્વર નજીક રિક્ષાની પાછળ સુપર કેરી ગાડી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મુસાફર યુવાનનું મોત માળીયા (મી) નજીક ડિવાઇડર કૂદીને ડમ્પર સામેના રોડ ઉપર કાર સાથે અથડાતા રાજકોટના દંપતી સહિત ત્રણને ઇજા વાંકાનેરમાં ઘરની દીવાલમાં પાણી આવવા બાબતે બે સગા ભાઈના પરિવાર વચ્ચે માથાકૂટ થતા સામસામે મારામારી વાંકાનેરના વિનયગઢ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ


SHARE













મોરબીના ત્રાજપર ગામે વાંચનાલય આપવા માટે મુખ્યમંત્રી સમક્ષ તાલુકા પંચાયતના પૂર્વ સભ્યએ કરી માંગ

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય તેમજ એડવોકેટ અને ભરવાડ સમાજના અગ્રણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય કરસનભાઈ ભરવાડ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને ત્રાજપર ગ્રામ પંચાયત વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હાલમાં મુખ્યમંત્રીને ઉદેશીને લખાયેલા પત્રમાં તેઓ જણાવ્યું છે કે ત્રાજપર વિસ્તારમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવેલા છે અને સામાકાંઠે અનેક સોસાયટી આવેલ છે તે ઉપરાંત ત્યાં શાળા કોલેજો પણ આવેલા છે જેથી યુવાનો અને વૃદ્ધો માટે વાંચનાલય બનાવવામાં આવે તે જરૂરી છે અને ત્યાં ધાર્મિક તેમજ ઉચ્ચ અભ્યાસને લગતા, સ્પર્ધાત્મક તૈયારીઓને લગતા પુસ્તકો તેમજ દૈનિક વર્તમાન પત્રો તે ઉપરાંત સ્વતંત્ર સેનાનીઓ અને ભારતનો ઇતિહાસ ઉજાગર કરતા શહીદ વીરો જેમ કે ગાંધીજી, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, જવાલાલ નહેરુ, સ્વામી વિવેકાનંદ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વના પુસ્તકો અને જીવન ચરિત્રો જો વાતનાલયમાં મૂકવામાં આવે તો આસપાસના ઘણા વિસ્તારોને તેનો લાભ મળે તેમ છે. માટે મોરબીના ત્રાજપર વિસ્તારમાં ગ્રામ પંચાયતની હદમાં વાંચનાલય આપવામાં આવે તેવી લોકો હતીમાં માંગ કરી છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે આજનું યુવા ધન મોબાઈલમાં રચ્યુ પચ્યું રહેતું હોય ત્યારે વંચનાલય બનાવવામાં આવશે તો યુવાનો વાંચન તરફ વળશે અને તેઓનું મગજ શાંત રહેશે, ખોટા વિચારો નહીં આવે અને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ વળતા બચી જશે જેથી કરીને ત્રાજપર વિસ્તારમાં વાંચનાલય આપવામાં આવે તેવી માંગ કરી છે.






Latest News