મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોની સામે ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ


SHARE













મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં રિક્ષા ચાલકોની સામે ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઇવ

મોરબી શહેરના દરેક વિસ્તારમાં રિક્ષા ચાલકો આડેધડ રોડ ઉપર પોતાની રિક્ષા ઊભી રાખે છે જેથી કરીને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેથી આ અંગેની રેન્જ આઈજીના લોક દરબારમાં ફરિયાદો ઉઠી હતી જેથી કરીને એસપી દ્વારા જીલ્લામાં રિક્ષા ચાલકોની સામે ખાસ ઝુંબેશ કરવામાં આવી હતી ત્યારે મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ, નહેરૂગેટ ચોક સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે નંબર પ્લેટ ન હોય, ફેન્સી નંબર પ્લેટ હોય, રિક્ષા ચાલક પાસે જરૂરી ડૉક્યુમેન્ટ ન હોય કે પછી લાયસન્સ ન હોય તે બાબતોને ચેક કરવામાં આવી હતી અને સાંજના સમયે કરવામાં આવેલ ટ્રાફિક ડ્રાઇવમાં અંદાજે ૨૫ જેટલી રિક્ષાને ડિટેઇન કરવામાં આવી તેવી માહિતી ટ્રાફિક શાખાના અધિકારી પાસેથી જાણવા મળેલ છે.

હાલમાં સીટી બસ બંધ થવાના લીધે ટ્રાફિક બાબતે અને ખાસ કરીને રિક્ષાવાળાઓનો ત્રાસ હતો તેવી ફરિયાદો લોકોમાંથી ઉઠી રહી હતી.દરમિયાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીથી થોડા દિવસો માટે રીક્ષા ચાલકો "માપમાં રહેશે" તે નિશ્ચિત છે.પરંતુ એ બાબત પણ એટલી જ નવી વાસ્તવિકતા છે કે જે રીતે વાહન ચાલકો પાસેથી દંડ ઉઘરાવવા માટે પાલીસે ધોકો પછાડીને તાબડતોબ કાર્યવાહી કરી તે રીતે જ મોરબીના નગર દરવાજા ચોક, શારમાર્કેટ ચોક, નવા-જૂના બસ સ્ટેશન ચોક સહિતના જે મુખ્ય બજાર વિસ્તારો છે.ત્યાં વર્ષોથી જે લારી-ગલ્લાં પાથરણાંના ખડકલા છે તેઓની સામે વધુ એક વખત પોલીસ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવ્યા હતા.તે પણ ટ્રાફિકને અડચણરૂપ થાય છે અને લોકો માટે મુશ્કેલી સર્જે છે તો એ બાબતે ક્યારેય લક્ષ્ય સેવામાં આવશે..? તે જોવું રહ્યું.

તેમજ શહેરના મુખ્ય બજારોમાં એકી-બેકીનું પાલન કરાવવા માટે પોલીસનું વાહન ફરતું હોય છે.પરંતુ મુખ્ય રોડ ઉપર જે દબાણ હોય છે અને તેના લીધે પાર્કિંગ બરોબર થઈ શકતા નથી.તેની જવાબદારી કોની ? તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.તે ઉપરાંત એકી બેકી હોય છે ત્યારે દુકાનદારો સાથે પણ વાહન પાર્ક કરવા બાબતે લોકોને બોલાચાલી થતી હોય છે માટે જે દબાણ છે તેને પણ દૂર કરવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે.






Latest News