મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વેની કામગીરી શરૂ: સહકાર આપવા નગરજનોને અપીલ મોરબી મહાપાલિકાની હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ અને ક્લિયરન્સ સમિતિના ચેરમેને લાભાર્થીઓ સાથે કરી રૂબરૂ મુલાકાત મોરબીની માળિયા વનાળિયા સોસાયટીના મેઇન રોડ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા ભાજપના આગેવાનની માંગ મોરબીના યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા પશુપાલકોની મુશ્કેલીઓ દૂર કરવા મુખ્યમંત્રીને 10 મુદ્દાની કરાઇ રજૂઆત નાથદ્વારા સુધીની પદયાત્રાએ નીકળેલા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની મોરબી જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન મગનભાઇ વડાવિયાના આશીર્વાદ લીધા વાંકાનેરના વાલાસણ ગામની સીમમાં વાડીના મકાનમાંથી 20.17 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં છોકરાની રમવાની બાબતમાં મોટા વચ્ચે બઘડાટી બોલી ગઈ, મહિલાને ચાર વ્યક્તિઓએ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ વાંકાનેરના કેરાળા ગામે રહેતા યુવાનનો મોબાઇલ ફોન હેક કરીને અજાણ્યા શખ્સે 98000 નું કર્યું ટ્રાન્જેક્શન !
Breaking news
Morbi Today

મોરબી નજીક હોટલ પાસે થૂંકવાની ના પાડતાં યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો


SHARE











































મોરબી નજીક હોટલ પાસે થૂંકવાની ના પાડતાં યુવાનને ચાર શખ્સોએ ધોકા વડે માર માર્યો

મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં રામેશ્વર કોમ્પલેક્ષમાં આવેલ શિવ શક્તિ હોટલ પાસે બેઠેલા ચાર શખ્સો ત્યાં થૂકતા હતા જેથી કરીને હોટલના સંચાલક દ્વારા થુકવાની ના પાડવામાં આવતા તેને ભૂંડા બોલી ગાળો આપવામાં આવી હતી અને ત્યારબાદ છરી બતાવીને યુવાનને ધોકા વડે હાથે, પગે એને શરીર ઉપર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ વચ્ચે બચાવવા પડેલા વ્યક્તિને પણ ચારેય શખ્સો દ્વારા મુંઢ માર મારીને ઈજા કરવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ વધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ લખમણભાઇ ગમારા (32)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુપેન્દ્ર જયસુખ વાઘેલા રહે. કાલિકા પ્લોટ મોરબી અને તથા તેની સાથે રહેલા અન્ય ત્રણ અજાણ્યા શખ્સો આમ કુલ ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છેકે મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામની સીમમાં એબીસી સીરામીક કારખાના સામે રામેશ્વર કોમ્પલેક્ષમાં તેની શિવ શક્તિ હોટલ આવેલ છે ત્યાં આરોપી ભુપેન્દ્ર વાઘેલા તથા તેની સાથેના અજાણ્યા ત્રણ શખ્સો એકટીવા અને મોટરસાયકલમાં આવ્યા હતા અને ફરિયાદીની હોટલ પાસે ચાર નાસ્તો કરીને ઓટલા ઉપર બેસીને તાપણું કરીને બેઠા હતા ત્યાં આરોપીઓ થૂંકતા હતા જેથી કરીને ફરિયાદી યુવાને તેને થૂંકવાની ના પાડી હતી ત્યારે આરોપીઓએ તેને ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ભુપેન્દ્ર વાઘેલાએ છરી બતાવી હતી અને અજાણ્યા ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને હાથે, પગે અને શરીર ઉપર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આટલું જ નહીં ફરિયાદીને બચાવવા માટે થઈને સાહેદ દિલીપભાઈ ત્રિભુવનભાઈ કાચરોલા વચ્ચે પડતા તેઓને પણ આરોપીઓએ મુંઢ માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






















Latest News