મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજ-મુદલની રકમ ચૂકવી દીધી છતાં વધુ રૂપિયા પડાવવા વૃદ્ધ અને તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE









મોરબીમાં વ્યાજ-મુદલની રકમ ચૂકવી દીધી છતાં વધુ રૂપિયા પડાવવા વૃદ્ધ અને તેના દીકરાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વાવડી રોડ ઉપર રહેતા વૃદ્ધના દીકરાને બે શખ્સોએ ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જેની સામે તે બંનેને વ્યાજ સહિતની મુદલ રકમ પરત આપી દીધી હોવા છતાં વૃદ્ધના દીકરા પાસેથી બળજબરી પૂર્વક ચેક લખાવી લેવામાં આવ્યા હતા અને વ્યાજના રૂપિયાની ઉઘરાણી માટે થઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલ ઉમા પેલેસ બ્લોક નંબર 701 માં રહેતા રતિલાલ હરખજીભાઈ ફેફર (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નરેન્દ્ર રઘુવીરભાઈ રામાનુજ રહે. ઓમ શાંતિ સ્કૂલની પાછળ મોરબી તથા વિજય વશરામભાઈ હુંબલ રહે. મોટા દહીસરા તાલુકો માળીયા મીયાણા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓએ તેના દીકરાને ઊંચા વ્યાજે રૂપિયા આપ્યા હતા જે ફરિયાદીએ વ્યાજ અને મુદ્દલની રકમ આરોપીઓને પરત આપી દીધેલ છે તેમ છતાં પણ બળજબરી પૂર્વક ફરિયાદીના દીકરા પાસેથી ચેક લખાવી લીધા હતા અને વ્યાજના રૂપિયાની બળજબરી પૂર્વક ઉઘરાણી કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પીએસઆઇ સી.એમ. કરકર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપારમાં આવેલ વિજયનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર બીપીન વાઘેલા (30) નામના યુવાનને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી




Latest News