મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં કાલે મોરબીના મચ્છુ જળ હોનારની 47 મી વરસી: અનેક આંખોમાં આંસુનો બાંધ તૂટશે, દિવંગતોની યાદમાં મૌન રેલી યોજાશે મોરબીના ઇન્દિરાનગર પાસે વોંકળા કાંઠેથી ૩૪ બોટલ દારૂ સાથે એક પકડાયો ખેડૂત હાર્યો તો દેશ હાર્યો- મોરબીના જેતપર ગામે ઉપવાસ છાવણીમાં ગામની દીકરીઓએ રજૂ કર્યું નાટક મોરબીમાં ગોડાઉનમાંથી યુરિયા ખાતરની 1272 ગુણી મળી આવતા તપાસ શરૂ મોરબી શહેર-તાલુકા અને હળવદના કડિયાણા ગામે જુગારની 4 રેડમાં 20 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં માથક ગામે દારૂ ભરેલ બોલેરો સાથે શખ્સની ધરપકડ


SHARE







હળવદ તાલુકાનાં માથક ગામે દારૂ ભરેલ બોલેરો સાથે શખ્સની ધરપકડ

હળવદ તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે માથક ગામથી સુંદરભાવની જવાના રસ્તા ઉપરથી પસાર થતી બોલેરો ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી 1200 લીટર દેશીદારૂ મળી આવેલ હતો જેથી કરીને પોલીસે 2.40 લાખના દારૂનો જથ્થો અને ગાડી મળીને કુલ 7.40 લાખનો મુદામાલ કબજે કરેલ છે અને વાહન ચાલક મયુરસિંહ અખુભા ઝાલા રહે. રામપર ધ્રાંગધ્રા તેમજ આરોપી સંજયભાઈ હસમુખભાઈ દેકાવડીયા રહે. ભવાનીગઢ તાલુકો મુળી વાળાની કરેલ છે અને હાલમાં પકડાયેલ બંને શખ્સ પાસેથી ઘનશ્યામભાઈ શંકરભાઈ કોળી રહે. કાતરોળી, હસમુખભાઈ મધુભાઈ દેકાવડીયા રહે. ભવાનીગઢ તાલુકો મુળી, વેલજીભાઈ ઉર્ફે વાલો સામજીભાઈ કોળી રહે. ઇન્દિરાનગર મોરબી આબે અજય ઉર્ફે ભૂરો સામજીભાઈ કોળી રહે. ત્રાજપર મોરબી વાળાના નામ સામે આવેલ છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ગુનો નોંધીને પોલીસે બાકીના આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ અજીતસિંહ નટુભા સીસોદીયા, દિનેશભાઈ હનાભાઈ બાવળીયા, વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડિયા, હરવીજયસિંહ કિરીતસિંહ ઝાલા, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ તથા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.






Latest News