ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો


SHARE













માળીયા (મી) તાલુકાના 9 ગામના તળાવો 2.39 કરોડના ખર્ચે કરાશે લિન્ક: ખેતી-પશુપાલનને થશે મોટો ફાયદો

માળીયા તાલુકામાં 2.39 કરોડના ખર્ચે વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર થયેલ છે જેથી કરીને આ ગામમાં સિંચાઈથી ખેતીને તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે અને

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાસિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની સરકારમાં રજૂઆતો કરી હતી તેને ધ્યાને લઈને સરકારે કામ મંજૂર કરેલ છે જેથી કરીને કાંતિભાઈ અમૃતિયાની મહેનત રંગ લાવી છે અને તેમની પાસેથી મળેલ માહિતી મુજબ માળિયા તાલુકામાં કુલ 2.30 કરોડના ખર્ચે જુદાજુદા વિકાસ કામો કરવામાં આવશે જેમાં જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા 40.66 લાખ, ધરમનગર થી રાસંગપર તળાવને લીંક કરવા રૂપિયા 99.92 લાખ, નવાગામ થી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ 70.51 લાખ તથા મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના 18.95 લાખ મંજૂર કરવામાં આવેલ છે અને આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ તળાવો લિંક થવાથી સિંચાઈનું પાણી મળવાથી ખેતીને તેમજ પશુપાલન વ્યવસાયને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ આ નિર્ણય માટે સરકારનો આભર વ્યક્ત કરેલ છે અને તેઓની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી 9 ગામના ખેડૂતો-પશુપાલકો સહિતના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે.






Latest News