ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન પાસે વ્યાજના 10.24 લાખની પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્સ પકડાયા


SHARE













મોરબીમાં યુવાન પાસે વ્યાજના 10.24 લાખની પઠાણી ઉઘરાણી કરનાર બે શખ્સ પકડાયા

મોરબીમાં રહેતા યુવાને ઘર લેવા માટે રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે રૂપિયા લીધેલ હતા અને લીધેલા રૂપિયા કરતાં વધુ રૂપિયા પાછા આપી દીધેલ હતા તો પણ લીધેલ રકમના ત્રણ ગણા રૂપિયા તેની પાસેથી માંગતા હતા અને રૂપિયા કઢાવવા માટે તેને માર મારવાની ધમકી આપવામાં આવી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડીને કાર્યવાહી કરેલ છે.

મૂળ લખતર તાલુકાના કેસરિયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ શ્યામ સોસાયટીમાં રહેતા વાળંદ કામ કરતાં વેપારી યુવાન  કમલેશભાઈ ઉર્ફે મહેશભાઈ મનુભાઈ માંડવીયા (46)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હર્ષદભાઈ અમરશીભાઈ લીખિયા રહે. ઉમા ટાઉનશિપ મોરબી તથા લાલાભાઇ રહે. હરભોલે પાન મહેન્દ્રનગર ચોકડી મોરબી વાળાની સામે ફરિયાદ કરી હતી કે, તેને મકાન ખરીદવા માટે રૂપિયાની જરૂર હોય હર્ષદભાઈ લિખિયા પાસેથી માસિક 3 ટકા લેખે 3 લાખ રૂપિયા લીધેલા હતા જેની સામે તેમણે 3.45 લાખ રૂપિયા મૂડી તથા વ્યાજના ચૂકવી દીધેલ છે તેમ છતાં પણ ફરિયાદીને આરોપીએ લક્ષ્મીનાગર ગામ પાસે આવેલ તેની દુકાને બોલાવી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને મૂડી તથા વ્યાજ મળીને હજુ 10,24,350 રૂપિયા આપવાના છે તેવું કહીને લીસ્ટ ફરિયાદીના ફોનમાં વ્હોટ્સએપથી મોકલ્યું હતું ત્યારબાદ લાલાભાઇએ ફોન કરીને હર્ષદભાઈના વ્યાજે આપેલા રૂપિયાની બળજબરીથી ઉઘરાણી કરી હતી અને માર મારવાની ધમકી આપેલ હતી જે ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં હર્ષદભાઈ અમરશીભાઈ લીખિયા (44) રહે. ઉમા ટાઉનશિપ મોરબી તથા વિપુલભાઈ ઉર્ફે લાલાભાઇ ભગવાનજીભાઈ વિડજા (35) રહે. મહેન્દ્રનગર વાળાને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ સારવારમાં

ટંકારાના મોટા ખીજડીયા ગામે દરબારગઢ નજીક રહેતા કુલદીપસિંહ જુવાનસિંહ ઝાલા (ઉમર ૭૯) બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મોટા ખીજડીયા ગામ પાસે આવેલ રોયલ પોલિપેક નામના કારખાના નજીક બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.મોરબી પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે ટંકારા પોલીસને જાણ કરી હતી.તેમજ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેથી બાઈક લઈને જતા પ્રતાપ જામસંગ મંડલ (ઉમર ૨૪) રહે.જેતપર રોડ પાવળીયારી કેનાલ પાસે મોરબી વાળાને અજાણ્યા ટ્રક ચાલકે પાછળથી હડફેટે લીધો હતો.જેથી ઈજા પામેલ પ્રતાપ મંડલ નામના પરપ્રાંતીય યુવાનને ૧૦૮ વડે સારવાર માટે લાવ્યા હતા.બનાવને પગલે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.મકવાણા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

દવા પી જતા બાળક સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સરંભડા ગામે કોઈ કારણોસર દિપક ભાવસંગભાઈ વાસ્કલ નામનો ૧૫ વર્ષનો સગીર દવા પી ગયો હતો.જેથી મોરબી સરકારી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ ઉપર નીચી માંડલ ગામ પાસે રોડ અકસ્માતના બનાવમાં ઈજા થતાં રિયા નવજીતભાઈ શર્મા નામની આઠ વર્ષની બાળકીને મોરબી સારવાર માટે લાવ્યા હતા જેની પોલીસને જાણ કરી છે.






Latest News