ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

હળવદ અને વાંકાનેર પાલિકાની 54 બેઠક માટે ભાજપના 207 આગેવાનોએ કરી ટિકિટની માંગણી


SHARE













હળવદ અને વાંકાનેર પાલિકાની 54 બેઠક માટે ભાજપના 207 આગેવાનોએ કરી ટિકિટની માંગણી

મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય અને વાંકાનેર પાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેથી કરીને આજે આ બંને પાલિકાની બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે બંને પાલિકાની કુલ મળીને 54 બેઠક માટે કુલ મળીને 207 આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવી હતી અને નિરીક્ષકો પાસે ટિકિટની દાવેદારી કરવામાં આવી હતી.

મોરબી જીલ્લામાં હળવદ પાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે જેના માટે સોમવારે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે નિરીક્ષક તરીકે વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબેન પટેલ, ભાવનગર જિલ્લા ભાજપના પ્રભારી બ્રિજરાજસિંહ ઝાલા અને મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નીતિનભાઈ પટેલ હાજર રહ્યા હતા. ત્યારે હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. અને હળવદ પાલિકના 7 વોર્ડની 28 બેઠક માટે ઉમેદવારની પસંદગી કરવાની છે ત્યારે સેન્સ આપવા માટે 28 બેઠક માટે કુલ મળીને 105 ભાજપના આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવેલ છે અને નિરીક્ષકો સામે ટિકિટ માટે દાવેદારી કરેલ છે  આવી જ રીતે આ નિરીક્ષકો બપોર પછી વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે સેન્સ લેવા વાંકાનેર પહોચ્યા હતા ત્યારે પાલિકના 7 વોર્ડની 28 બેઠક માટે ભાજપના 102 આગેવાનો દ્વારા સેન્સ આપવામાં આવેલ છે અને નિરીક્ષકો પાસે ટિકિટની માંગણી કરવામાં આવેલ છે.






Latest News