મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ


SHARE













હળવદ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો ભાજપ તરફથી ધાકધમકી !: પોલીસ રક્ષણની કરી માંગ

હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે તેની હવે ચકાસણી થશે અને ત્યારબાદ ઉમેદવારી પત્રો પરત ખેંચવામાં આવશે જોકે ત્યારે પહેલા જ ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા ઉમેદવારો અને તેના સગા સંબંધીઓ તથા ટેકેદારોને ધાકધમકી અને પ્રલોભનો આપવામાં આવતા હોવા અંગેની રાવ સાથે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા આગેવાનો હળવદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં પોલીસ રક્ષણની માંગ સાથે અરજી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લામાં આવતી હળવદ નગરપાલિકાની 28 બેઠકો માટે આગામી 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે અને તેના માટેના ઉમેદવારી પત્રો ભરવાનો છેલ્લો દિવસ હતો ત્યારે કુલ મળીને 28 બેઠક માટે 75 જેટલા ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા છે અને આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તથા બસપામાંથી આગેવાનોએ ઉમેદવારી પત્રો ભર્યા છે ત્યારે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા ઉમેદવારોને ભાજપના આગેવાનો દ્વારા ધાક ધમકીઓ આપવામાં આવે છે અને લોભ લાલચ તથા પ્રલોભનો આપવામાં આવે છે તેમજ ઉમેદવાર ઉપરાંત તેના સગા સંબંધીઓ અને ટેકેદારોને પણ ધમકીઓ આપવામાં આવે છે જેથી હળવદમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે માટે કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા ઉમેદવારો ગઇકાલે હળવદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં લેખિત અરજી કરીને પોલીસ રક્ષણની માંગ કરેલ છે અને આ બાબતે હળવદ નગરપાલિકાની ચૂંટણી માટેના પ્રભારી પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે જેથી કરીને પોલીસ રક્ષણ આપવામાં આવે અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ તેવી પોલીસની ધાક ઉભી કરવા માટેની માંગ કરવામાં આવી છે






Latest News