મોરબી જીલ્લામાં જાહેરનામા ભંગના પાંચ આસામીઓ સામે ગુના નોંધાયા
ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1738901865.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ખેલમહાકુંભમાં ઇતિહાસ રચ્યો: ટંકારાના સજનપર ગામની શાળાના વિદ્યાર્થિઓની આર્ચરીમાં રાજ્ય કક્ષાએ પસંદગી
ખેલમહાકુંભ 2025 અંતર્ગત વિવિધ રમતોમાં સજનપર પ્રાથમિક શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને શાળાનું ગૌરવ વધાર્યું છે આ શાળાના વિદ્યાર્થી તાલુકામાં પ્રથમ વખત આર્ચરી-ઇન્ડિયન રાઉન્ડ સ્પર્ધામાં વિજેતા બનીને જિલ્લા કક્ષાએ ભાગ લીધેલ હતો અને હવે તે રાજ્ય કક્ષા-ઝોન કક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જેમાં ભાઈઓની શ્રેણીમાં ધાણક અર્જુન રામસીંગભાઈ અને બહેનોની શ્રેણીમાં ધાણક લશ્મિતા શંકરભાઇ, ધાણક સંદીકા કેશરીયાભાઈ, સાબરીયા શીતલ સંજયભાઈ, પરમાર અસ્મિતા જુવાનસિંહ, એથલેટીક્સની ઉંચી કૂદમાં ધાણક સંદીકા કેશરીયાભાઈ વિજેતા બનેલ છે તે ઉપરાંત ઉંચી કૂદમાં ધાણક લશ્મિતા શંકરભાઇ, માવી રાહુલ નાનાભાઈ, લાંબી કૂદમાં સાબારીયા અમિષા દશરથભાઈ વિજેતા બનેલ છે આ તમામ વિદ્યાર્થીઓને તેમજ તેમને તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન રેખાબેન આરદેશણા અને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષકોને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)