કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી નજીક ટેન્કરમાંથી પ્રોપેન ગેસની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો


SHARE













મોરબી નજીક ટેન્કરમાંથી પ્રોપેન ગેસની ચોરીના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કરાયો

મોરબીના ગાળા નજીક આવેલ હોટલ ભાડે રાખનાર, ઓઇલ મીલના કબ્જેદાર તથા ટેન્કર ચાલક દ્વારા ટેન્કરમાં રહેલ પ્રોપેન ગેસને ચોરી કરવામાં આવી રહી હતી જેનો તાલુકા પોલીસની ટીમ  દ્રારા રેડ કરીને પર્દાફાશ કરવામાં આવેલ હતો અને ત્યારે 26.57 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ કરીને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

મોરબી તાલુકા પોલીસની ટીમે થોડા સામ્ય પહેલા ગાળા ગામની સીમમાં આવેલ સુખસાગર હોટેલના કંપાઉન્ડમાં રેડ કરી હતી ત્યારે પ્રોપેન ગેસના ટેન્કરમાંથી લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેસ કટીંગ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ત્યારે ટેન્કર એનએલ ૧ એલ ૫૪૬૫ નો ચાલક, હોટલ ભાડે રાખનાર સહિતના સામે ગુનો નોંધાયેલ હતો. ત્યારે ટેન્કર સહિત કુલ મળીને 26.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ ગુનામાં પોલીસે અગાઉ એક આરોપીને પકડીને કાર્યવાહી કરી હતી ત્યાર બાદ આ ગુનામાં તપાસનીસ અધિકારી એસ.એન. સગારકા અને તેની ટીમે  જયેશભાઇ દેવાયતભાઈ બરારિયા (32) રહે. જૂના નાગડાવસ તાલુકાઓ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે. તેવી માહિતી પીએસઆઈ પાસેથી જાણવા મળેલ છે.






Latest News