મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા ફાયર પ્રિવેન્શન ટ્રેનિંગ યોજાઇ
ભુજ-કચ્છ લોકસભા પરિવાર તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1739370136.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ભુજ-કચ્છ લોકસભા પરિવાર તરફથી ગાંધીધામ સ્થાપના દિને ભવ્ય રમતોત્સવ
ગાંધીધામ શહેરના સ્થાપના દિવસ નિમિતે સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ - ભુજ, કચ્છ લોકસભા પરિવાર દ્વારા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા તરફથી શુભેચ્છા પાઠવતા સાંસદ સ્વ્ચ્છતા મેરેથોન, સાંસદ એથ્લેટિક્સ ટુર્નામેંટ, સાંસદ કરાટે સ્પર્ધા, સાંસદ ફૂટબોલ સ્પર્ધા, સાંસદ લઘુભારત સાંસ્ક્રુતિક મહોત્સવ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ, જેમાં ખેલાડીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. દરેક ખેલાડીઓને સન્માનીત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રમત - ગમત સંકૂલ ગાંધીધામ ખાતે સાંસદ એથલેટીક્સ ટુર્નામેંટ માં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર, ૮૦૦ મીટર, ૧૫૦૦ મીટર દોડ ની વિવિધ કેટેગરીમાં સ્પર્ધા માં ખેલાડીઓ સારું પ્રદર્શન કરેલ હતું.
ટુર્નામેન્ટો ને ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, જીલ્લા ભાજપ મહામંત્રી ધવલભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પરમારે શુભારંભ કરાવેલ. ગાંધીધામ નગરપાલિકા પુર્વ પ્રમુખ તેજસભાઈ શેઠ, પુર્વ કારોબારી ચેરમેન એ.કે.સિંઘ, શહેર ભાજપા પુર્વ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, પ્રોગ્રામ ઇન્ચાર્જ મનોજભાઈ મૂલચંદાની, સર્વ વિજયસિંહ જાડેજા, કમલેશ પરિયાણી, ઘેલાભાઈ ભરવાડ, રામભાઇ માતંગ, ભરતભાઇ મિરાણી, પ્રવીણભાઈ ઘેડા, સંજયભાઈ, લીનાબેન, સંગઠન ના હોદેદારો, સંસ્થાના નંદલાલ ગોયલ, કમાલ શર્મા, અંબાલાલ પોકાર, દિનેશ ભાઈ ત્રિપાઠી અને યુવા મોર્ચાના કાર્યકર મિત્રો વ્યાયામ શિક્ષક સંઘ, કોર્પોરેટરઓ, ગાંધીધામના નગરજનો, તેમજ બહોળી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)